Gold Rate Today 23 October 2026:ક્રુડ ઓઈલની કિંમતોમાં આવેલા ભારે ઉછાળા વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં સતત બીજા દિવસે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) ખાતે આજે સોનાનો ભાવ આશરે રૂપિયા 455 ઘટી રૂપિયા 1,42,800 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ભારે ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ રૂપિયા 4200 એટલે કે 2 ટકા ઘટી રૂપિયા 1,95,400 થયો છે.
ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 17 ડોલર ઘટી 4,027 ડોલર અને ચાંદી પ્રતિ ઔંસ 53 ડોલર પર કામકાજ કરતાં હતા.
આ પણ વાંચો
બજારના નિષ્ણાતોના મતે આગામી સમયમાં ગોલ્ડ અને સિલ્વરના દરોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ સંજોગોમાં ખરીદી પહેલા બજારના ટ્રેન્ડ પર નજર રાખવી જરૂરી છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (99.9) રૂપિયા 1500 ઘટી રૂપિયા 1,46,500 થયો છે. જ્યારે 10 ગ્રામ દીઠ સ્ટાન્ડર્ડ સોનું (99.5) રૂપિયા 1500 તૂટી રૂપિયા 1,46,200 રહ્યા હતા.
અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ
| Date (તારીખ) | 24K Gold (10g) | 22K Gold (10g) |
| OCT 23, 2026 | 146500 | 146200 |
| OCT 22, 2026 | 148000 | 147700 |
| OCT 21, 2026 | 149000 | 148700 |
| Oct 20, 2026 | 149500 | 149200 |
| Oct 19, 2026 | 151000 | 150700 |
| Oct 17, 2026 | 150700 | 150400 |
| Oct 16, 2026 | 151500 | 151200 |
| Oct 15, 2026 | 150500 | 150200 |
| Oct 14, 2026 | 151000 | 150700 |
| Oct 13, 2026 | ₹152500 | ₹152200 |
| Oct 12, 2026 | ₹153000 | ₹152700 |
| Oct 08, 2026 | ₹152500 | ₹152200 |
| Oct 07, 2026 | ₹152,500 | ₹152200 |
| Oct 06, 2026 | ₹153000 | ₹152700 |
| Oct 05, 2026 | ₹153000 | ₹152700 |
| Oct 03, 2026 | ₹152000 | ₹151700 |
| Oct 01, 2026 | ₹153000 | ₹152700 |
દરમિયાન અમદાવાદ ખાતે ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા બે લાખ સપાટી ગુમાવી દીધી છે. આજે ચાંદી રૂપિયા 6000 ઘટી રૂપિયા 1,98,000 રહ્યા હતા.
