Gold Base Import Price: સોનું થશે સસ્તુ, સરકારે બેઝ પ્રાઈઝમાં ઘટાડો કરી ગ્રાહકો- વેપારી વર્ગને મોટી રાહત આપતી જાહેરાત કરી

સરકારે સોનાના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝમાં પ્રતિ 10 ગ્રામ 12 ડોલરનો ઘટાડો કર્યો છે. હવે સોનાનો બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ પ્રતિ 10 ગ્રામ 1664 ડોલરથી ઘટાડીને પ્રતિ 10 ગ્રામ 1652 ડોલર કરવામાં આવી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Mar 2026 04:31 PM (IST)Updated: Sat, 14 Mar 2026 04:31 PM (IST)
gold-prices-to-drop-indian-government-slashes-base-import-price-of-gold

Base Import Price of Gold: છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. હવે સરકારે સોના અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રની મોદી સરકારે 14 માર્ચના રોજ સોનાની બેઝ પ્રાઈઝ (Gold Base Import Price)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારે સોનાના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝમાં પ્રતિ 10 ગ્રામ 12 ડોલરનો ઘટાડો કર્યો છે. નવા દરો પ્રમાણે હવે સોનાનો બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ પ્રતિ 10 ગ્રામ 1664 ડોલરથી ઘટાડીને પ્રતિ 10 ગ્રામ 1652 ડોલર કરવામાં આવી છે.

શું છે બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ- Gold Import Duty

બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ એટલે કે ટેરિફ વેલ્યુ એક એવો માપદંડ છે કે જેના આધારે કસ્ટમ ડ્યુટી અને આયાત વેરાની ગણતરી કરવામાં આવે છે. આ કિંમતને ઓછી કરવાથી આયાતકારો પર કરવેરાનો બોજ ઓછો થાય છે. આ પગલાંનો ઉદ્દેશ ઘરેલુ વ્યાપારને સમર્થન આપવાનો તથા વૈશ્વિકસ્તરે ધાતુની કિંમતોમાં જે ભારે વધ-ઘટ જોવા મળી રહી છે તેને સંતુલિત કરવાનો છે.

બેઝ પ્રાઈઝ ઓછી થવાથી શું ફાયદો થશે

સરકાર દ્વારા બેઝ પ્રાઈઝમાં ઘટાડો કરવાથી વ્યાપારીઓ તથા ગ્રાહકોને ફાયદો મળી શકે છે, જે વૈશ્વિક કિંમતો તથા ચલણના મૂલ્યમાં થઈ રહેલી વધઘટને લીધે વધેલા ખર્ચનો સામનો કરી રહેલ છે. આ પ્રકારના સુધારા સમયાંતરે સેન્ટ્રલ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા કરવામાં છે. જેથી ઘરેલુ કિંમતોને આંતરરાષ્ટ્રીય રુઝાનો સાથે યોગ્ય તાલમેલ સાધી શકાય.

સોનાની કિંમત પર શું અસર થશે

સોનાની નવી આયાતો પર અસર થશે. તેનાથી સોનાની ઘરઆંગણાની કિંમત ઘટી શકે છે. તેનાથી વ્યાપારીઓ અને ગ્રાહકો પર ખર્ચનો બોજ ઘટશે . જ્વેલર્સ અને બુલિયન સાથે સંકળાયેલ વ્યાપારીઓ નવી ટેરિફ વેલ્યુના આધારે કિંમતોમાં ફેરફાર કરી શકે છે. ઘરઆંગણાના બજારો વધારે સ્પર્ધાત્મક બની શકશે.