Vastu Tips For Job Interview: આજના મોંઘવારીના જમાના દરેક વ્યક્તિ સારા પગાર વાળી સિક્યોર જૉબ મળે, તે માટે મથતી હોય છે. ઘણી વખત તનતોડ મહેનત, પુરતી તૈયારી અને જરૂરી લાયકાત હોવા છતાં પણ વ્યક્તિનું સિલેક્શન નથી થતું. પોતાના ધાર્યા પ્રમાણે પરિણામ ના આવતા વ્યક્તિ નિરાશ થઈ જાય છે.
આવા કપરા સમયમાં માત્ર જ્ઞાન અને આત્મવિશ્વાસ જ નહીં, પરંતુ તમારી આસપાસની પોઝિટિવ એનર્જી પણ તમને સફળતા અપાવવામાં અગત્ત્યની ભૂમિકા ભજવતી હોય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, વાતાવરણમાં રહેલી એનર્જી પણ તમારા કામ અને વિચાર પર સીધી અસર કરતી હોય છે. ખાસ કરીને ઈન્ટર્વ્યૂ જેવા મહત્ત્વપૂર્ણ સમયે જો યોગ્ય દિશામાં કેટલાક નાના-મોટા ઉપાય અજમાવવામાં આવે, તો ભાગ્યનો સાથ મળે છે અને ધાર્યા પ્રમાણેનું પોઝિટિવ પરિણામ પણ જોવા મળી શકે છે. તો ચાલો કેટલાક સરળ વાસ્તુ ઉપાયો વિશે જાણીએ, જે નોકરીના ઈન્ટર્વ્યૂમાં તમને 100 ટકા સફળતા અપાવી શકે છે.
યોગ્ય દિશામાં દીવો પ્રગટાવવો Vastu Tips For Interview
ઘરની ઉત્તર-પૂર્વ દિશાને જ્ઞાન, બુદ્ધિ અને પોઝિટિવિટીનું પ્રતિક માનવામાં આવે છે. આથી ઈન્ટર્વ્યૂ હોય, તે દિવસે સવારે સ્નાનાદી ક્રિયા પતાવ્યા બાદ આ દિશા તરફ મુખ કરીને ઘી કે સરસિયાના તેલનું દીવ પ્રગટાવવો જોઈએ.
આ સમયે મનમાં પોતાની સફળતા માટે પ્રાર્થના કરો અને ભગવાન પાસેથી આશીર્વાદ માંગો. આ ઉપાય તમારા મનમાં બિનજરૂરી તણાવ દૂર કરે છે. જો તમારું મન શાંત રહેશે, તો તમારો ઈન્ટર્વ્યુ પણ સારો રહેશે.

ખિસ્સામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ભાગ્ય સાથ આપશે Vastu Tips For Career
સારી જૉબ માટે ઈન્ટર્વ્યુ આપતી વખતે તમારા ખિસ્સામાં તુલસીના પાંચ સૂકા પત્તા અથવા નાની પોટલીમાં કાળા તલ બાંધીને રાખો. તુલસીને પવિત્રતા અને શુભ ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે કાળા તલ નેગેટિવ એનર્જીને દૂર કરે છે.
એવું માનવામાં આવે છે કે, આ બન્ને વસ્તુઓ તમને નજર દોષથી બચાવે છે અને ભાગ્યને મજબૂત બનાવે છે. જેનાથી ઈન્ટર્વ્યુ દરમિયાન બૉસ અથવા એચ.આર.ના પ્રશ્નોનો સહજતાથી સામનો કરી શકો છો.
ઈન્ટર્વ્યુના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
- ઈન્ટર્વ્યુ માટે જતી વખતે ક્રીમ અથવા સામાન્ય પીળા રંગના વસ્ત્રો પહેરો. આ રંગ શાલિનતા અને આકર્ષણનો ભાવ પ્રકટ કરે છે.
- ઘરેથી દહી અને ગોળ ખાઈને ઈન્ટર્વ્યુ માટે નીકળો. આ શુભ માનવામાં આવે છે અને તેનાથી તમને પોઝિટિવ એનર્જી પણ મળશે.
- આ સાથે જ ઘરેથી ઈન્ટર્વ્યૂ માટે નીકળતા પહેલા ભગવાન સમક્ષ હાથ જોડીને તેમના આશીર્વાદ લેવાનું ક્યારેય ના ભૂલતા.
જણાવી દઈએ કે, ઉપરોક્ત વાસ્તુ ઉપાય ત્યારે જ કારગર સાબિત થશે, જ્યારે તમે મનથી તૈયાર હશો. જો ઈન્ટર્વ્યુને લઈને તમારા મનમાં કોઈ નેગેટિવ વિચાર કે ડર હશે, તો તમારો આત્મવિશ્વાસ નબળો પડી જશે. આથી આત્મવિશ્વાસ રાખો અને એવું વિચારો કે, તમે પૂરી તૈયારી કરી છે અને તમે જ આ પોસ્ટ માટે સૌથી લાયક છો.