Surya Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે અથવા અન્ય ગ્રહ સાથે યુતિ બનાવે છે, તો તેની અસર દરેક રાશિના જાતકો પર અલગ-અલગ પડતી હોય છે. આવું એક મોટું ગોચર આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે.
હકીકતમાં ગ્રહોના રાજા સૂર્ય દેવ એક ચોક્કસ મુદ્દત બાદ રાશિ પરિવર્તન કરે છે. અત્યારે સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન છે. જ્યાંથી આજથી બે દિવસ બાદ એટલે કે 15 માર્ચે મોડી રાતે 1:08 કલાકે સૂર્ય રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે.
ખાસ વાત એ છે કે, મીન રાશિમાં પહેલાથી જ શનિ અને શુક્ર બિરાજમાન છે. એવામાં ગુરુની રાશિમાં સૂર્ય અને શનિની યુતિ બનવાથી કેટલીક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ પડકારજનક રહેવાનો છે. તો ચાલો જાણીએ કંઈ 4 રાશિની આવનારા સમયમાં મુશ્કેલી વધી શકે છે…
મેષ (Aries Rashifal)
સૂર્યનું ગોચર આ રાશિના બારમાં ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના કારણે જાતકોને ધાર્યા કરતાં ખર્ચ વધી જવાથી બજેટ ખોરવાઈ જશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. વડીલો સાથે વાતચીતમાં મનભેદ વધી શકે છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તેનું ધ્યાન રાખજો. આ દરમિયાન ફાઈનાન્સિયલ પ્લાનિંગ પર ખાસ ધ્યાન રાખશો, તો બિનજરૂરી ખર્ચાથી બચી જશો.
સિંહ (Leo Rashifal)
આ રાશિના આઠમા ભાવમાં સૂર્ય ગોચર કરશે. આ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય હોવાથી જાતકોને સૌથી વધારે તકલીફ પડવાની છે. ખાસ કરીને જાતકો કાનૂની કાર્યોથી સંભાળે. કોઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ કરશો, તો મુશ્કેલીમાં મૂકાઈ જશો. અંગત સમસ્યાનું નિરાકરણ ન થતા બેચેની વધે. ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખજો.
તુલા (Libra Rashifal)
આ રાશિના છઠ્ઠા ભાવમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે, જેના કારણે જાતકોને કોઈપણ કામમાં ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડી શકે છે. ખાસ કરીને પારકી ઉપાધીમાં ફસાઈ ના જવાય તેની કાળજી રાખજો. કાલ્પિનિક ટેન્શનને ટાળજો. મિત્રો તરફથી વિશ્વાસઘાતના યોગ બની શકે છે. તમારી ધીરજની કસોટી થતી જણાશે.
મીન (Pisces Rashifal)
આ રાશિમાં જ ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે, જ્યાં પહેલાથી જ શનિ ઉપસ્થિત હોવાથી જાતકોને પારિવારિક સબંધોમાં સ્વાર્થના દર્શન થઈ શકે છે. વાતનું વતેસર થવાનું જોખમ રહેશે. સુખ-શાંતિ હણાઈ જવાના યોગ બની રહ્યા છે. લાભની આશા દૂર જતી લાગશે. સ્વજનો સાથે સબંધ બગડશે. બને ત્યાં સુધી આ દરમિયાન ગજા બહારનું જોખમ ના ખેડવું.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
