Surya Gochar 2026: કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી 4 રાશિના જાતકોને કુબેરનો ખજાનો ખુલવાના સંકેત, જાણો તમારી રાશિ પર કેવી અસર કરશે?

સૂર્ય 17 સપ્ટેમ્બર 2026ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ ગોચર વૃષભ, વૃશ્વિક અને મકર રાશિ માટે શુભ ફળદાયી રહેશે, જ્યારે કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 06:06 PM (IST)Updated: Wed, 09 Sep 2026 06:06 PM (IST)
surya-gochar-2026-rashifal-sun-transit-on-september-17-will-change-the-fortunes-of-these-8-zodiac-signs


Surya Gochar 2026 Rashifal: નવગ્રહોના રાજા ગણાતા સૂર્યને આત્મવિશ્વાસ અને માન-સન્માનના કારક માનવામાં આવે છે. એવામાં સૂર્યની દરેક ચાલ અર્થાત ગ્રહ ગોચર કે રાશિ પરિવર્તનનું જ્યોતિષની દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ મનાય છે.

આગામી 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે આગામી 17 ઓક્ટોબર સુધી બિરાજમાન રહશે. સૂર્યના આ ગોચરની અસર તમામ 12 રાશિના જાતકોના જીવન પર જોવા મળશે.

એક તરફ વૃષભ, વૃશ્વિક અને મકર રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર સફળતાના સંકેત લઈને આવી રહ્યું છે, તો બીજી તરફ કર્ક, તુલા, કુંભ સહિત ચાર રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ સૂર્યનું કન્યા રાશિમાં ગોચર કંઈ રાશિના જાતકો માટે કેવું ફળ આપશે?

મેષ (Aries)

સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે મિશ્ર પરિણામ આપનારું સાબિત થઈ શકે છે. નોકરી, વેપાર ધંધામાં તમને આગળ વધવાના અવસરો આપોઆપ મળી રહેશે, પરંતુ તે સાથે કામમાં અવરોધો પણ આવી શકે છે. ધારેલા લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. આવકના નવા માર્ગો મળી રહેશે, પરંતુ આકસ્મિક ખર્ચા આવી જતા બજેટ ડામાડોળ થઈ શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ રાખવો હિતાવહ રહે.

વૃષભ (Taurus)

તમારા માટે સૂર્યનું ગોચર આશિર્વાદરૂપ માનવામાં આવે છે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વેપારી વર્ગને કોઈ મોટી ડીલ મળવાના યોગ છે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે. વિદ્યાર્થીઓ માટે આવનારો સમય ઉત્તમ સાબિત થઈ શકે છે. વર્ષથી ફસાયેલા નાણાં છૂટતા અર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.

મિથુન (Gemini)

સૂર્યના રાશિ પરિવર્તનથી તમને કરિયરમાં એક પછી એક નવી તકો મળી શકે છે. કામમાં અચાનક અવરોધો આવી જતાં માનસિક તણાવ વધી શકે છે. ધન લાભના યોગ છે, પરંતુ આ સાથે ખર્ચ વધવાની પણ શક્યતા રહેલી છે. કોઈને ઉધાર પૈસા આપતા પહેલા સો વાર વિચાર કરવો હિતાવહ રહેશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે સાધારણ તકલીફ રહી શકે છે.


કર્ક (Cancer)

આવનારા સમયમાં તમારે ખાસ સાવધાન રહેવાની જરૂર છે. વેપાર-ધંધામાં ખોટના કારણે મન બેચેન થઈ શકે છે. કોઈ અગત્યના કામમાં વિલંબ થવાની શક્યતા રહેશે. નાણાંકીય લેવડ-દેવડને લઈને પણ ખાસ કાળજી રાખજો, કારણ કે ધન હાનિના યોગ બની રહ્યા છે. નવા રોકાણ માટે રાહ જોવી હિતાવહ રહેશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે.

સિંહ (Leo)

તમને સૂર્યનું રાશિ પરિવર્તન મિશ્રિત ફળ આપી શકે છે. વેપાર-ધંધામાં મોટી ડીલ તો મળી જશે, પરંતુ તેને પૂરી કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. તેમજ ધાર્યા પ્રમાણે પરિણામ મેળવવા માટે રાહ જોવી પડશે. આર્થિક સ્થિતિમાં લાભની સાથે-સાથે ખર્ચા પણ વધી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે સહકર્મી સાથે મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. ક્રોધને કાબુમાં રાખવો હિતાવહ રહેશે.

કન્યા (Virgo)

તમારી રાશિને સૂર્યનું ગોચર અત્યંત શુભ ફળ આપનારું સાબિત થઈ શકે છે. નોકરિયાતોના વેતનમાં વધારો થાય, પ્રમોશનના ચાન્સ રહે. કરિયરને લઈને થોડી ચિંતા રહેશે, જોકે તમારા સંપર્કો દ્વારા તેનો ઉકેલ મળી જશે.લાંબા સમયથી અટકેલા કામો આગળ વધી શકે છે. પરિવારનો સહયોગ મળી રહેશે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે.

તુલા (Libra)

તમારે સૂર્યના રાશિ પરિવર્તનનો સમયગાળો સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને સાવચેત રહેવાની સલાહ છે, કારણ કે કામકાજના સ્થળે કોઈ એવી પરિસ્થિતિ ઉભી થશે, જેના પરિણામે કામમાં અવરોધ આવશે. ઑફિસમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદથી બચીને રહો. આકસ્મિક ખર્ચા આવી જતાં ધન હાનિની આશંકા છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધ રહેવાની સલાહ છે.

વૃશ્વિક (Scorpio)

સૂર્યનું ગોચર તમારા માટે શુભ ફળ આપનારું સાબિત થશે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધશે. આર્થિક પ્રગતિના યોગ બની રહ્યા છે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળશે. કોઈ મહત્વપૂર્ણ યોજના પર કામ શરૂ કરી શકો છો. નોકરીયાત વર્ગને પદોન્નતિ અથવા નવી જવાબદારી મળવાના ચાન્સ છે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે.


ધન (Sagittarius)

સુર્યનું રાશિ પરિવર્તન તમને મિશ્ર ફળ આપશે. કરિયરમાં ઉન્નતિના નવા અવસર મળી શકે છે, પરંતુ કેટલાક કામોમાં અડચણો ઉભી થતાં બેચેની અનુભવશો. વેપારની બાબતમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ રહે. આવક કરતાં ખર્ચ વધવાની સંભાવના છે. જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે.

મકર (Capricorn)

સૂર્યનું ગોચર તમારા માટે ખૂબ જ સકારાત્મક રહી શકે છે. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાય. કામકાજના સ્થળે ઉપરી વર્ગથી મનમેળ સારો રહે. કાયદાકીય અને કોર્ટને લગતા કામો ઉકેલાય. છૂપા દુશ્મનોનો સામનો કરી શકશો. કરેલી મહેનત ઉગી નીકળતા સારું પરિણામ મળશે. લગ્ન વિષયક નિર્ણયો સારી રીતે લેવાઈ શકે છે. દૃઢ મનોબળથી ધારેલા કામમાં આગળ વધી શકશો.

કુંભ (Aquarius)

આ સમયગાળામાં તમારે ડગલેને પગલે સતર્ક રહેવાની જરૂર છે. વેપાર-ધંધામાં અચાનક અવરોધો ઉભા થઈ શકે છે. કોઈ અગત્યના કામમાં અપેક્ષા મુજબ સફળતાના મળવાથી હતાશા ઘેરી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી, નહીંતર નાણાં ફસાઈ જશે. રોકાણ માટે રાહ જોવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

મીન (Pisces)

તમારા માટે આવનારો સમય પડકારજનક રહી શકે છે. કામકાજના સ્થળે ગમે ત્યાંથી અવરોધો આવવાથી તમારી યોજનાઓ પર વિપરિત અસર થઈ શકે છે. મહેનત કરવા છતાં ધારેલું પરિણામ ના મળવાથી મનમાં બેચેની અનુભવશો. આકસ્મિક ખર્ચા આવી પડતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. ઘરમાં રજનું ગજ ના થાય તેનું ધ્યાન રાખજો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.