Kevda Trij 2026: અખંડ સૌભાગ્યની કામના માટે રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરો, દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે

કેવડા ત્રીજ 14 સપ્ટેમ્બરે છે, જ્યાં સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુ અને કુંવારિકાઓ મનગમતો વર મેળવવા વ્રત કરે છે. આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી ગ્રહદશા શાંત થાય છે, દામ્પત્યજીવનમાં પ્રેમ વધે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 04:38 PM (IST)Updated: Wed, 09 Sep 2026 04:38 PM (IST)
kevda-trij-2026-married-women-should-donate-these-things-according-to-their-zodiac-sign-for-marital-happiness

Kevda Trij 2026: હિન્દુ ધર્મમાં કેવડા ત્રીજનું આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે તેમજ કુંવારિકાઓ પોતાને મનગમતો વર મેળવવા માટે વ્રત કરે છે.

ભાદરવા મહિનાની સુદ પક્ષની ત્રીજની તિથિએ એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ કેવડા ત્રીજનું રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ માત્ર પૂજા-પાઠ જ નહીં, પરંતુ દાન-પુષ્ણનું પણ વિશેષ મહત્ત્વ મનાય છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે જરૂરિયાતમંદોને પોતાના સામર્થ્ય્ય પ્રમાણે વસ્તુઓ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ પણ જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો અલગ-અલગ ગ્રહો સાથે સબંધ માનવામાં આવ્યો છે. જેના આધારે કેટલીક વસ્તુઓનું દાન રાશિ પ્રમાણે કરવું શુભ માનવામાં આવે છે.

Homestay Policy Gujarat: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં 'હોમસ્ટે' બનશે મહત્વપૂર્ણ એસેટ, સ્થાનિક સંસ્કૃતિ સાથે રોજગારી અને આતિથ્યને મળશે વેગ

એવું કહેવાય છે કે, કેવડા ત્રીજની તિથિએ પોતાની રાશિ પ્રમાણે વસ્તુઓનું દાન કરવાથી ગ્રહદશા શાંત થાય છે અને દામ્પત્યજીવનમાં પ્રેમ વધે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. આજે અમે આપને મેષથી માંડીને મીન રાશિના જાતકોએ કેવડા ત્રીજના દિવસે કંઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ...

મેષ (Aries)

આ રાશિના જાતકો કેવડા ત્રીજના દિવસે તાંબાના વાસણ, ગોળ અને લાલ રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, આવી વસ્તુઓનું દાન તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને કરિયરમાં પ્રગતિના દ્વાર ખોલવામાં મદદરૂપ થઈ શકે છે.

વૃષભ (Taurus)

આ રાશિના જાતકો સફેદ વસ્ત્ર, દૂધ, ચાંદીની વસ્તુઓ અને સાકરનું દાન કરે, તો તે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

મિથુન (Gemini)

આ રાશિના જાતકો લીલા વસ્ત્રો, મગની દાળ અને તુલસીના છોડનું દાન કરી શકે છે, જેનાથી બુદ્ધિનો વિકાસ થાય છે. આટલું જ નહીં, સંતાન સબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.

કર્ક (Cancer)

આ રાશિના જાતકો માટે દૂધ, ચાંદીના વાસણ, મોતી અને સફેદ મીઠાઈનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને સબંધો વધુ ગાઢ બને છે.

સિંહ (Leo)

આ રાશિના જાતકો કેવડા ત્રીજ પર ગોળ, ઘઉં, સોનું અને પીળા વસ્ત્રોનું દાન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી જાતકના માન-સન્માનની વૃદ્ધિ થાય છે અને નેતૃત્વ ક્ષમતા મજબૂત બને છે.

કન્યા (Virgo)

આ રાશિના જાતકોએ કેવડા ત્રીજે લીલા શાકભાજી, મગની દાળ અને તાંબાના વાસણનું દાન કરવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય ઉપરાંત જીવનમાં સ્થિરતા માટે ફળદાયી માનવામાં આવે છે.

તુલા (Libra)

આ રાશિના જાતકો માટે અત્તર, સુગંધિત વસ્તુઓ, વસ્ત્ર તેમજ શ્રૃંગારની સામગ્રીનું દાન કરવું શુભ માનવામાં આવ્યું છે. એવું મનાય છે કે, આવી વસ્તુઓનું દાન કરવાથી દામ્પત્યજીવનમાં મધુરતા વધે છે અને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ગાઢ બને છે.

વૃશ્વિક (Scorpio)

આ રાશિના જાતકો લાલ વસ્ત્ર, મસુરની દાળ અને તાંબાના વાસણનું દાન કરે, તો તેને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દાનથી કામમાં સફળતા મળવાની સાથે-સાથે માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.

ધન (Sagittarius)

આ રાશિના જાતકો માટે પીળા વસ્ત્રો, હળદર અને ઘીનું દાન ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આમ કરવાથી જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળે છે અને તેઓ પ્રગતિના પંથે કોઈ પણ અવરોધ વિના આગળ વધી શકે છે.

કુંભ (Aquarius)

કુંભ રાશિના જાતકો વાદળી રંગના વસ્ત્રો, મગ અને કાળા તલનું દાન કરે, તો તેને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં આવી રહેલી તકલીફો ઓછી થવા માંડે છે. આ ઉપરાંત મનને પણ શાંતિ મળે છે.

મીન (Pisces)

આ રાશિના જાતકો માટે પીળા વસ્ત્રો, હળદર અને ચોખાનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ધનની દેવી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.


Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.