Shani Jayanti 2026: હિન્દુ પંચાગ પ્રમાણે, આ વર્ષે શનિ જયંતીનું પર્વ ખૂબ જ ખાસ અને ફળદાયી રહેવાનું છે. જેઠ માસની અમાસની તિથિએ મનાવવામાં આવતી શનિ જયંતી આ વર્ષે આગામી 16 મે, 2026ના રોજ આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ વર્ષ શનિ જયંતી શનિવારના દિવસે જ છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત દુર્લભ અને શુભ મહાયોગ માનવામાં આવે છે.
તિથિ અને શુભ મુહૂર્ત
શનિ દેવની કૃપા મેળવવા માટે આ વર્ષે ભક્તોને લાંબો સમય મળશે, કારણ કે અમાસની તિથિ અને શુભ યોગોની વિધિ આ પ્રકારે છે.
- અમાસની તિથિનો પ્રારંભઃ 16 મે, સવારે 5:11 કલાક
- અમાસની તિથિની સમાપ્તિ: 17 મે, મોડી રાતે 1:30 કલાક
- બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4:07 થી 4:48 સુધી (સાધના માટે શ્રેષ્ઠ સમય)
- સૌભાગ્ય યોગ: સવારે 10:26 વાગ્યા સુધી
- શોભન યોગ: 16 મેથી શરૂ થઈને 17 મે સવારે 6:15 વાગ્યા સુધી.
ન્યાયના દેવતાનું આધ્યાત્મિક મહત્ત્વ
શનિદેવને બ્રહ્માંડના મુખ્ય ન્યાયાધીશ અથવા 'ન્યાયના દેવતા' માનવામાં આવે છે. તેઓ કોઈપણ વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોના આધારે ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિ જયંતિનો દિવસ સૂતેલા ભાગ્યને જગાડવાની એક 'સુવર્ણ તક' સમાન હોય છે. આ દિવસે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા માત્ર જીવનના સંઘર્ષોને જ ઓછી નથી કરતી, પરંતુ અખંડ સમૃદ્ધિ અને માનસિક શાંતિનો માર્ગ પણ મોકળો કરે છે.
સાડાસાતી અને ઢૈય્યાથી પીડિત લોકો માટે વરદાન
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, જે લોકોની કુંડળીમાં અત્યારે શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી છે, તેમના માટે આ દિવસ કોઈ વરદાનથી ઓછો નથી. શનિવારે આવતી શનિ જયંતિ પર કરવામાં આવેલા વિશેષ ઉપાયો કષ્ટોની તીવ્રતા ઘટાડે છે અને નકારાત્મક પ્રભાવોને શાંત કરે છે.
કેવી રીતે મેળવવી શનિદેવની કૃપા?
- તૈલાભિષેક: શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ અર્પણ કરો. માનવામાં આવે છે કે આનાથી શનિ દોષ તરત જ શાંત થાય છે.
- દાનનું મહત્વ: આ દિવસે અડદની દાળ (કાળા અડદ), કાળા તલ, લોખંડના વાસણો અને અનાજનું દાન કરવું વિશેષ ફળદાયી છે.
- પીપળાની પૂજા: સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો.
- મંત્ર જાપ: 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ અને શનિ ચાલીસાના પાઠ કરવાથી જીવનના તમામ કલેશ દૂર થાય છે.
- યજ્ઞ અને ઉપવાસ: ગ્રહ શાંતિ માટે આ દિવસે હવન કરવો અને ઉપવાસ રાખીને શનિ મંદિરોના દર્શન કરવા અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે.
