IRCTC Jyotirlinga Tour: સોમનાથથી મહાકાલ સુધી, એક જ પ્રવાસમાં 7 જ્યોતિર્લિંગના દર્શન; જાણો IRCTCના શાનદાર પેકેજની સંપૂર્ણ વિગતો

આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને AC નોન AC હોટલમાં રહેવાની તેમજ શાકાહારી ભોજનની સુવિધા ઉપરાંત અકસ્માતનો વીમો પણ મળી રહેશે. આથી તમારે રહેવા-જમવા અલગથી પૈસા આપવાની જરૂર નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 May 2026 03:55 PM (IST)Updated: Sat, 02 May 2026 03:55 PM (IST)
irctc-jyotirlinga-tour-plan-your-spiritual-journey-visit-7-jyotirlingas-in-one-trip-with-bharat-gaurav-tourist-train
HIGHLIGHTS
  • 28 મેના રોજ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન ઉપડશે

IRCTC Jyotirlinga Tour: ઉનાળાની રજાઓમાં જો તમે આધ્યાત્મિક શાંતિ અને પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો IRCTC તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. ભારતના સમૃદ્ધ વારસા અને તીર્થધામોને જોડતી 'ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન' દ્વારા આ મહિનામાં ભગવાન શિવના સાત પવિત્ર જ્યોતિર્લિંગોની યાત્રા શરૂ થવા જઈ રહી છે.

હકીકતમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝન કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા ખાસ શ્રદ્ધાળુઓ માટે શાનદાર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જે અંતર્ગત શ્રદ્ધાળુઓ વારાફરતી સાત જ્યોતિર્લિંગોના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે છે. IRCTCએ આ ટૂર પેકેજની જાણકારી એક પ્રેસ રિલીઝમાં આપી છે.

IRCTCનું કહેવું છે કે, ભારતના વારસા અને તીર્થ સ્થળોની યાત્રાને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન આ મે-2026માં સાત જ્યોતિર્લિંગની યાત્રા માટે શરૂ કરવામાં આવી છે. આ માટે તમારો પ્રવાસ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

ટૂર કેટલા દિવસની રહેશે અને ભાડું કેટલું ચૂકવવું પડશે?

IRCTCનું આ 7 જ્યોતિર્લિંગોની યાત્રા કરાવતું ટૂર પેકેજ 11 રાત અને 12 દિવસનું રહેશે. આ યાત્રાની શરૂઆત આગામી 28 મે, 2026થી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી થશે.

આ માટે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં AC અને સ્લીપર ક્લાસની સુવિધા ઉપલબ્ધ છે. આ ટ્રેન મારફતે કુલ 750 મુસાફરોને પ્રવાસ કરાવવામાં આવશે. આ ટૂર પેકેજ અંતર્ગત 7 જ્યોતિર્લિંગોના દર્શન કરાવવા માટે ટિકિટ બુક કરાવવી પડશે. જેના માટે રસ ધરાવતા શ્રદ્ધાળુઓ IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com/bharatgaurav પર જઈને ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે.

આ ટૂર પેકેજનું ભાડુ અલગ-અલગ ક્લાસ માટે અલગ-અલગ છે. જેમાં સેકન્ડ AC માટેનું વ્યક્તિદીઠ ભાડુ 48,500 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે થર્ડ AC માટે ભાડુ 36,560 રૂપિયા તેમજ સ્લીપર ક્લાસ માટેનું ભાડુ 23,505 રૂપિયા વ્યક્તિદીઠ રહેશે.

ટૂર પેકેજમાં અન્ય કંઈ-કંઈ સુવિધા મળશે?

આ ટૂર પેકેજની કિંમતમાં ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનના AC અને સ્લીપર ક્લાસમાં મુસાફરી માણવા મળશે. તેમજ બજેટને અનુરુપ AC અને નોન AC હોટલોમાં રહેવાની, શાકાહારી ભોજનની વ્યવસ્થા, AC અને નોન AC વાહનોમાં તમામ જોવાલાયક સ્થળની મુલાકાત ઉપરાંત મુસાફરી દુર્ઘટના વીમો જેવી સુવિધાઓ સામેલ છે્. આ ટૂર પેકેજ અંતર્ગત રહેવા અને ખાવા માટે અલગ પૈસા આપવાની જરૂર નથી.

ક્યા-ક્યા 7 જ્યોતિર્લિંગોના દર્શન કરાવાશે

આ ટૂર પેકેજ અંતર્ગત ગુજરાતના બે જ્યોતિર્લિંગ વેરાવળ-સોમનાથ મંદિર, દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઉપરાંત ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, પૂણે-ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, છત્રપતિ સંભાજીનગરનું ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઉપરાંત બેટ દ્વારકા અને દ્વારકાધીશ જગત મંદિરના દર્શન કરાવવામાં આવશે.