Premanand Maharaj Net Worth 2025: વૃંદાવનના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજ વિશે વિવિધ ચર્ચાઓ ચાલતી રહે છે, ખાસ કરીને તેમની મિલકત અંગે. ત્યારે હવે પ્રેમાનંદજી મહારાજ પાસે કુલ કેટલી સંપત્તિ છે, તેનો જવાબ તેમને પોતે આપી દીધો છે.
પ્રેમાનંદજી મહારાજ પાસે કેટલી સંપત્તિ છે?
ટીવી9 હિન્દી વેબસાઇટ અનુસાર, પ્રેમાનંદજી મહારાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમની પાસે કોઈ વ્યક્તિગત મિલકત નથી. તેમની પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી. તેમની કોઈ સ્થાવર મિલકત (જમીન, ઘર, ફ્લેટ) નથી. તેઓ સંપૂર્ણ રીતે સાધુ જીવન જીવે છે. તેમનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ તેમની પાસે 10 રૂપિયા પણ માંગે, તો તેમની પાસે આપવા માટે પણ નહીં હોય.
પ્રેમાનંદજી મહારાજ ક્યાં રહે છે?
પ્રેમાનંદજી મહારાજ પાસે પોતાનું કોઈ ઘર નથી. તેઓ એક ભક્તના ફ્લેટમાં રહે છે, જ્યાં તેમની રહેઠાણ અને ખાવા-પીવાની તમામ જરૂરિયાતો તેમના અનુયાયીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. વીજળીનું બિલ પણ અનુયાયીઓ જ ચૂકવે છે.
પ્રેમાનંદજી મહારાજ પાસે કાર છે કે નહીં?
પ્રેમાનંદજી મહારાજ ઘણીવાર ઓડી કારમાં જોવા મળે છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે તેમની વ્યક્તિગત કાર નથી. તે તેમના સેવકોની કાર છે, જેનો ઉપયોગ માત્ર તેમની મુસાફરી માટે થાય છે.
પ્રેમાનંદજી મહારાજ સંપૂર્ણ રીતે સાધુ જીવન જીવે છે અને કોઈ મિલકત નથી ધરાવતા. ન તો તેમના નામે બેંક એકાઉન્ટ છે, ન સ્થાવર મિલકત, અને ન તો કોઈ વ્યક્તિગત વાહન છે.