Premanand Maharaj: ફેમસ સિંગર અને રેપર બાદશાહ પોતાના ગીતો દ્વારા સારી એવી ફેન ફોલોઈંગ બનાવી ચૂક્યા છે. હાલમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના આશ્રમે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. બાદશાહ અને પ્રેમાનંદજી મહારાજની મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બાદશાહ તેમના ભાઈ સાથે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજની શરણમાં પહોંચ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં બાદશાહ શાંતિથી બેસીને મહારાજજીની વાતો સાંભળી રહ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈએ મહારાજજીને જીવન અને સંબંધો વિશે કેટલાક સવાલો પૂછ્યા હતા.
બાદશાહના ભાઈએ પુછ્યો સવાલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાદશાહના ભાઈએ પ્રેમાનંદ મહારાજને સવાલ કર્યો કે આપણા જીવનમાં એવું કહેવાય છે કે વ્યક્તિ આ દુનિયામાં શા માટે આવે છે? અમે બધા ભાઈઓ માનીએ છીએ કે આપણે દુનિયામાં એકબીજાને મદદ કરવા આવ્યા છીએ. પરંતુ જ્યારે આપણે સત્ય બોલીએ છીએ ત્યારે આ સંબંધો તૂટી જાય છે, પ્રેમ દૂર થઈ જાય છે, જાણે કોઈએ શ્રાપ આપ્યો હોય. તે ન તો કર્મ કરી શકે છે, ન તો પોતાનું કામ કરી શકે છે.
બાદશાહના ભાઈના સવાલના જવાબ આપતા મહારાજ જીએ કહ્યું કે આનો ફક્ત એક જ જવાબ છે, યાદ રાખો કે સત્ય જ ભગવાન છે. તેનો સાથ ફક્ત ભગવાન જ આપે છે. પરંતુ સંસાર અસત્યમાં ગૂંચવાયેલો છે, તેથી જ્યારે તમે સત્યના માર્ગે ચાલો છો, ત્યારે તમને તમારા માર્ગમાં કોઈ નહીં મળે.