Religions News: હિન્દુ ધર્મમાં નામનો જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિ પૂજા-પાઠ, હવન-વિધિ વગેરે ન કરી શકે અથવા ક્યારેય કોઈ પુણ્ય કાર્યો ન કર્યા હોય, તો ફક્ત નામનો જાપ કરવાથી બધા પૂજા-પાઠ અને પુણ્ય કાર્યોનું ફળ અનેકગણું મળે છે.
નામનો જાપ એ ભગવાનની પૂજા કરવાનો સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે અને આ જ કારણ છે કે, લોકો અભિવાદન કરતી વખતે ઘણીવાર દેવી-દેવતાઓના નામ લે છે , જેમ કે રાધે-રાધે અથવા રામ-રામ અથવા જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ.
હવે પ્રશ્ન એ થાય છે કે, જેમ રાધે-રાધે કહેવામાં આવે છે અથવા રામ-રામ કહેવામાં આવે છે, તો પછી આપણે કૃષ્ણ-કૃષ્ણ અથવા શિવ-શિવ કેમ નથી કહેતા ? ચાલો આ વિશે વૃંદાવનના જ્યોતિષી રાધાકાંત વત્સ પાસેથી જાણીએ.
આપણે કૃષ્ણ-કૃષ્ણ કે શિવ-શિવ કેમ નથી કહેતા?
કૃષ્ણ-કૃષ્ણ કહેવામાં કોઈ વાંધો નથી. જો કે ધાર્મિક માન્યતા અનુસાર, કૃષ્ણ-કૃષ્ણ એટલા માટે ના કહેવું જોઈએ કે ના બોલવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કાયમ રાધા રાણીની સાથે જ લેવામાં આવે છે.
આમ માત્ર શ્રી કૃષ્ણએ રાધા રાણીને વરદાન જ નહતું આપ્યું, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણએ પણ પોતાનું નામ રાધા રાણી સાથે જોડ્યું હતુ. એવું કહેવાય છે કે, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા હોય, તો રાધા રાણીના નામ સાથે જ તેમનું નામ લેવું જોઈએ.

એટલું જ નહીં , પરંતુ શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા અને તેનું ધ્યાન તમારા તરફ ત્યારે જ ખેંચાય છે, જ્યારે તમારા પર રાધારાણીની કૃપા હોય. આથી જ રાધા રાણીનું નામ શ્રીકૃષ્ણની પહેલા લેવામાં આવે છે.
બીજી તરફ 'શિવ-શિવ' એટલા માટે નથી બોલાતુ, કારણ કે શિવ સ્વયં પૂર્ણ છે. ભગવાન શિવ વૈરાગી અને ગૃહસ્થ પણ છે. આ સિવાય તેની પાછળ અંક જ્યોતિષ પણ છે. 'શ' અક્ષરનો અંક 30 છે અને 'વ' અક્ષરનો અંક 29 છે. આમ 30 અને 29નો સરવાળો માંડવામાં આવે તો 59 થાય. જેનો અંતિમ મૂળાંક 5 આવે છે, જે પંચ તત્વ અને ભૂતોનું પ્રતિક છે.

જ્યારે આપણે "શિવ, શિવ" નો જાપ કરીએ છીએ, ત્યારે તે પાંચ તત્વો અને પંચ ભૂતોની શક્તિઓને આકર્ષે છે. આપણે મનુષ્યો પાંચ તત્વોથી બનેલા હોવાથી, આપણે આ શક્તિઓને સહન કરી શકીએ છીએ , પરંતુ પંચ ભૂતોની એનર્જી આપણને નુકસાન પહોંચાડી શકે છે.
આ જ કારણ છે કે શિવ-શિવ કહેવાતા નથી અને તેના બદલે હર હર મહાદેવ કહેવાનો રિવાજ છે અથવા ભગવાન શિવનો પાંચ અક્ષરનો મંત્ર ' ૐ નમઃ શિવાય ' બોલવામાં આવે છે.
