Dead Body Toe Tie | Death Rituals In Hinduism: જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તે સાથે જ આત્મા શરીરને છોડીને જતી રહે છે. આ પ્રકૃતિનો એક નિયમ છે. આપણે જોયું હશે કે, કોઈના મૃત્યુ બાદ તેના મૃતદેહ સાથે અનેક પ્રકારની વિધિ કરવામાં આવે છે. જે પૈકી મૃતદેહના પગના અંગુઠા બાંધવા પણ એક છે. જો કે ભાગ્યે જ કોઈ જાણતુ હશે કે, મૃત્યુ બાદ મૃતદેહના અંગુઠાને કેમ બાંધવામાં આવે છે? તો ચાલો તમારા પ્રશ્નનો જવાબ વિગતવાર જણાવીએ…
હિન્દુ ધાર્મિક પુરાણ પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, ત્યારે સૌથી પહેલા મૃતદેહના બન્ને પગના અંગુઠાને એકસાથે બાંધી દેવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે આત્મા ફરીથી શરીરમાં પ્રવેશી ના શકે.
એવું માનવામાં આવે છે કે, મૃત વ્યક્તિની આત્મા મોહના કારણે ફરીથી મૂળાધાર થઈને શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. હિન્દુ ધર્મમાં મૂળાધાર ચક્રને જીવન ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પગના અંગુઠાને બાંધવામાં આવે, તો મૂળાધાર ચક્ર સ્થિર થઈ જાય છે. જેના પરિણામે આત્માને પરલોકની યાત્રા કરવામાં સરળતા થઈ જાય છે.
મૃતકની આત્મા મોહમુક્ત થઈ જાય તે માટે તેના શરીરના જેમ બને તેમ જલ્દી અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. જ્યાં સુધી આમ ના થાય, ત્યાં સુધી મૃતકની આત્માની શાંતિ માટે ગરૂડ પુરાણના પાઠ પણ કરવામાં આવે છે. જેથી મૃતક પોતાના મૃત્યુને સ્વીકારી શકે અને ભયમુક્ત અને મોહમુક્ત થઈને ખુદને પોતાની આગામી યાત્રા માટે તૈયાર કરી શકે.
શરીરથી અલગ થઈને આત્મા ક્યાં જાય?
મૃત્યુ બાદ વ્યક્તિના શરીરથી અલગ થઈને આત્મા ક્યા જાય, તેને લઈને ગીતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે, જે રીતે વ્યક્તિ જૂના અને ફાટેલા કપડા ત્યજીને નવા કપડા પહેરે છે. આવી જ રીતે મૃત્યુ બાદ આત્મા પણ જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે.