Raksha Bandhan 2024 Muhurat: રક્ષાબંધનના દિવસે આ છે રાખડી બાંધવાનો યોગ્ય સમય, જાણી લો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 17 Aug 2024 10:04 AM (IST)Updated: Sat, 17 Aug 2024 10:04 AM (IST)
raksha-bandhan-2024-shubh-muhurat-know-correct-date-time-tithi-vidhi-mantra-bhadra-kaal

Raksha Bandhan 2024 Muhurat: હિંદુ ધર્મમાં રક્ષાબંધન પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. ભાઈ-બહેનનો આ પર્વ આ વર્ષે 19 ઓગસ્ટના રોજ છે. ત્યારે હવે રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈઓ પણ બહેનોની સુરક્ષાનું વચન આપવાની સાથે ક્ષમતા અનુસાર તેમને ભેટ આપે છે.

આ વખતે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ યોગમાં રાખડી બાંધવાથી સંબંધો મધુર રહે છે. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળની છાયા રહેશે. ત્યારે જાણો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો યોગ્ય સમય કયો છે.

ભદ્રાકાળનો સમય
આ વર્ષે ભદ્રા રક્ષાબંધનના દિવસે સવારે 5:53 વાગ્યે શરૂ થઈને બપોરે 1:32 વાગ્યે સમાપ્ત થશે.

2024 રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, આ વર્ષે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 19 ઓગસ્ટના રોજ બપોરે 01:30 થી રાત્રે 09:07 વાગ્યા સુધીનો છે. આ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકાય છે.

રાખડી બાંધવાની સાચી રીત

  • બહેને ભાઈના કાંડા પર રાખડી હંમેશા યોગ્ય રીતે બાંધવી જોઈએ.
  • સૌથી પહેલા ભાઈને રોલી, અક્ષત તિલક લગાવો.
  • પછી ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો.
  • આ પછી તેને મીઠાઈ ખવડાવો.
  • પછી ભાઈની આરતી કરીને તેના સુખી જીવનની કામના કરો.
  • રાખડી બાંધ્યા પછી ભાઈએ બહેનના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

રક્ષાબંધન મંત્ર

येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:।
तेन त्वाम् प्रतिबद्धनामि ,रक्षे माचल माचल:।