Raksha Bandhan 2024 Thali Decoration: હિંદુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan 2024)નો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે આ દિવસને ગણતરીના જ દિવસો બાકી છે. આ દિવસે બહેન ભાઈને તેના કાંડા પર રાખડી બાંધે છે અને કપાળ પર તિલક લગાવીને આરતી ઉતારે છે. ત્યારે આજે અમે તમને રક્ષાબંધનના અવસરે ફૂલોની મદદથી પૂજાની થાળી સજાવવા માટેની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે.
રક્ષાબંધન પર થાળીને ફૂલોથી કેવી રીતે સજાવવી? (How to decorate Rakhi thali at home in Gujarati)
- રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીને સજાવવા માટે વિવિધ રંગોના ફૂલોનો ઉપયોગ કરી શકાય છે.
- આ માટે એક સ્ટીલની પ્લેટને સારી રીતે ધોઈને તેને સાફ કપડાની મદદથી લૂછી લો.
- હવે પ્લેટની કિનારી પર રંગબેરંગી મેરીગોલ્ડના ફૂલો મૂકીને તેને સજાવો.
- પ્લેટમાં વચ્ચેના ભાગમાં દીવો, રાખડી, મીઠાઈ અને ટીકા વગેરે સામગ્રી મૂકીને તૈયાર કરી લો.
ગુલાબથી સજાવો રાખી થાળીને (What item are needed for thali decoration)
- રક્ષાબંધનના દિવસે રાખી થાળીને ખૂબ સુંદર બનાવવા માટે ગુલાબના ફૂલોનો ઉપયોગ કરી શકાય છે.
- આ માટે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરી શકાય છે.
- સૌપ્રથમ કાતરની મદદથી ફૂલની નીચેની દાંડી વ્યવસ્થિત માપમાં કાપી લો.
- હવે ગુલાબને ગોળ આકારમાં કિનારી પર મૂકો.
- થાળીમાં વચ્ચે ગુલાબ અથવા અન્ય ફૂલની પાંખડીઓ ફેલાવીને દીવો, રાખડી, મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ મૂકો.
આ પણ વાંચો - Raksha Bandhan 2024 Panchang: 19 ઓગસ્ટના રોજ છે રક્ષાબંધન, જાણી લો રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
રંગબેરંગી ફૂલોથી સજાવો થાળીને (Best Ways to Decorate Rakhi Thali)
- રાખી થાળીને સજાવવા માટે વિવિધ રંગોના બે ફૂલોનો ઉપયોગ કરી શકાય છે.
- સૌથી પહેલા થાળીને ધોઈને કપડાની મદદથી સાફ કરી લો.
- આ પછી બે ગુલાબના ફૂલ રાખો.
- આ પછી મેરીગોલ્ડના બે ફૂલોને એક સાથે રાખીને કિનારે રાખો.
- આ પછી તમે દીવો, રાખડી, મીઠાઈઓ અને અન્ય પૂજાની વસ્તુઓ રાખી શકો છો.
ફૂલ અને મોતીની મદદથી થાળીને સજાવો (Creative Ideas for Decorating Your Rakhi Thali)
- થાળીને સજાવવા માટે ફૂલો અને મોતીનો ઉપયોગ પણ કરી શકાય છે.
- આ માટે નાના-મોટા ફૂલ લો.
- હવે થાળીના અડધા ભાગને મોટા ફૂલથી સજાવી લો.
- હવે નીચેના ભાગમાં એક નાના ફૂલો મૂકીને તેને સજાવો.
- છેલ્લે મોતીને ગુંદરની મદદથી સજાવો.
- આ રીતે પૂજા થાળી ખૂબસૂરત રીતે તૈયાર થઈ જશે.
- હવે તમે તેમાં પૂજા સામગ્રી મૂકીને તમારા ભાઈને રાખડી બાંધી શકો છો.
Image Credit-Freepik
