Rahu Gochar 2025: રાહુ પોતાના નક્ષત્રમાં આવતા 4 રાશિનું ભાગ્ય ખીલશે, 9 મહિના સુધી જાતકોને સમય અને સફળતા બન્ને સાથ આપશે

23 નવેમ્બરે સવારે રાહુ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, તે સાથે જ તેની અસર અનેકગણી વધી જશે. જેના પગલે 9 મહિના સુધી 3 રાશિના જાતકોને અપાર ધનલાભ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Nov 2025 07:40 PM (IST)Updated: Tue, 18 Nov 2025 07:40 PM (IST)
rahu-shatabhisha-nakshatra-gochar-2025-benefits-of-these-4-zodiac-signs
HIGHLIGHTS
  • શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ હાલ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન
  • 10 વર્ષ બાદ રાહુ પોતાના જ નક્ષત્રમાં શતભિષામાં પ્રવેશ કરશે

Rahu Nakshatra Gochar 2025: ગ્રહમંડળનો માયાવી અને ક્રૂર ગ્રહ મનાતો રાહુ શતભિષા નક્ષત્રનો સ્વામી છે. વર્તમાન સમયમાં રાહુ કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. 10 વર્ષ બાદ રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરવા જોઈ રહ્યો છે.

દ્વિક પંચાગ પ્રમાણે, 23 નવેમ્બરના રવિવારના રોજ સવારે 9:29 કલાકે રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષિઓના જણાવ્યા પ્રમાણે, જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની સ્વ રાશિ કે નક્ષત્રમાં પ્રવેશ કરે, ત્યારે તેની અસર અનેકગણી વધી જાય છે. આજ કારણોસર પૂર્વ ભાદ્રપદ નક્ષત્રથી શતભિષા નક્ષત્ર સુધી રાહુનો આ માર્ગ કેટલીક રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ સાબિત થશે.

રાહુ પોતાના શતભિષા નક્ષત્રમાં આગામી 9 મહિના સુધી એટલે કે ઓગસ્ટ-2026 સુધી રહેશે. આથી આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને કરિયર, અભ્યાસ, વ્યક્તિગત વિકાસ જેવી બાબતોમાં સારું પરિણામ મળી શકે છે, તો ચાલો કંઈ છે આ લકી રાશિઓ

મેષ: રાહુના નક્ષત્ર ગોચરથી આ રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. આર્થિક કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થાય. નવા પ્રોજેક્ટ કે રોકાણમાં અણધારી સફળતા મળશે. કઠિન પ્રશ્નોના હકારાત્મક પરિણામ જણાય.દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહે. સમય અને સફળતા બન્ને સાથ આપતા જોવા મળશે.

કર્ક: આ રાશિના જાતકો માટે પણ રાહુનો ગોચર શુભ ફળ આપનારું સાબિત થશે. પારિવારિક શાંતિ જળવાઈ રહે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. તબિયતની ચિંતા દૂર થતી જણાય. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે

વૃશ્વિક: રાહુનું ગોચર આ રાશિના જાતકો માટે આર્થિક લાભ લઈને આવશે. વર્ષોથી અટવાયેલા નાણાં પરત મળી શકે છે. જૂના રોકાણ પર સારું વળતર મળી શકે છે. શાંતિ અને સમાધાનથી કાર્ય સફળ થતાં જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહેશે. લગ્ન વિષયક નિર્ણયો સારી રીતે લેવાઈ શકે છે.

મીન: રાહુનો ગોચર મીન રાશિના જાતકો માટે પણ અત્યંત અનુકુળ નીવડશે. નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. નવા સબંધો વિકસાવવા માટે અમુક જતું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભાગ્યબળ ખીલતું જણાય. સફળતાના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય. આવડતના પ્રમાણમાં કામ મળી રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.