Navpancham Rajyog 2025: 3 રાશિને ગુરુ કરાવશે લીલાલહેર, પ્રગતિના દ્વાર ખુલતા જાતકોને મનોવાંચ્છિત સફળતા પ્રાપ્ત થશે

મિથુન રાશિમાં બિરાજમાન ગુરુ કુંભમાં રહેલા રાહુ સાથે નવપંચમ રાજયોગ બનાવશે, જે આગામી 18 ઓક્ટોબર સુધી રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 07:27 PM (IST)Updated: Fri, 26 Sep 2025 07:27 PM (IST)
guru-rahu-yuti-navpancham-rajyog-2025-lucky-for-capricorn-leo-and-cancer-zodiac-signs
HIGHLIGHTS
  • હાલ ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે
  • રાહુ કુંભ રાશિમાં બિરાજમાન છે

Navpancham Rajyog 2025: વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું ગોચર અર્થાત પરિવર્તન ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે. દરેક ગ્રહ એક ચોક્કસ મુદ્દત બાદ સ્થાન પરિવર્તન કરે છે અને એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના આ ગોચર અને પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે.

હાલ દેવગુરુ ગુરુનો ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન છે. જે કુંભ રાશિમાં બિરાજમાન રાહુની સાથે નવપંચમ રાજયોગ બનાવી રહ્યો છે. આ નવપંચમ રાજયોગ 18 ઓક્ટોબર સુધી રહેશે. જે 3 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. તો ચાલો કંઈ છે આ લકી રાશિઓ..

  • મકર: ગુરુના નવપંચમ રાજયોગ આ રાશિના જાતકો માટે અધિક શુભ ફળ આપનાર નીવડશે. નોકરી શોધી રહેલા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને સફળતા મળી શકે છે. આકસ્મિક ધનલાભ થશે. કોઈ જગ્યાએ રોકાયેલા રૂપિયા પાછા મળી શકે છે.
  • સિંહ: આ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભકારી સિદ્ધ થશે. નોકરયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. વર્તમાનમાં રાહુની સ્થિતિ અને તેના ઉપર ગુરુની દ્રષ્ટિથી વિવાહના યોગ બની રહ્યા છે. આથી લગ્નોત્સુકો માટે આનંદમય માહોલ સર્જાય. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય
  • કર્ક: નવપંચમ રાજયોગ આ રાશિના જાતકો માટે પણ અત્યંત ફળદાયી નીવડશે. શેર બજાર અને આર્થિક રોકાણનું સારું એવું વળતર મળી શકે છે. પરદેશના કામમાં પ્રગતિ થશે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે. તમારા મનોવાંચ્છિત કાર્ય સફળ થશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.