Shani-Shukra Yuti: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. અત્યારે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. જ્યાં તે આગામી જૂન 2027 સુધી યથાવત રહેવાના છે. આ દરમિયાન શનિ ગ્રહ સમયાંતરે અન્ય ગ્રહો સાથે યુતિ અને દ્રષ્ટિ બનાવીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે.
આગામી 11 ઓક્ટોબરના રોજ શનિ અને શુક્ર એકબીજાથી 180 ડિગ્રી પર રહેશે. જેનાથી પ્રતિયુતિ યોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ સાબિત થશે. આ 3 રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ…
મેષ: શનિની વક્રી અવસ્થાથી બનતો યોગ આ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થશે. જાતકોના લાંબા સમયથી રોકાયેલા પૈસા પરત મળી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તાણ ઓછી થાય. કોઈ મોટું પદ મળવાના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગ પણ સારો એવો નફો રળી શકશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે.
વૃષભ: આ રાશિના જાતકો માટે શનિનો યોગ લાભકારી સિદ્ધ થશે. જાતકોનો આત્મવિશ્વાસ વધશે. જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી તકલીફોનું સમાધન શક્ય બનશે. વિદ્યાર્થી વર્ગને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે. રોકાણ પર સારો એવો નફો મળવાના યોગ બની રહ્યા છે. દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવી શકે છે.
મીન: શનિ-શુક્રનો પ્રતિયુતિ યોગ આ રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી નીવડશે, કારણ કે હાલ શનિ મીન રાશિમાં જ વક્રી અવસ્થામાં છે. જાતકોના પરદેશના કામમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે
