Chanakya Niti: આ બાબતોમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ ચડિયાતી છે, મહિલાઓને તાકાત બક્ષે છે તેમના આ ગુણો

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ક્યારેય પણ કોઈ પુરુષ સ્ત્રીની સરખામણી નથી કરી શકતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Sep 2025 04:38 PM (IST)Updated: Thu, 25 Sep 2025 04:38 PM (IST)
chanakya-niti-on-men-vs-women-and-family-values-in-gujarati
HIGHLIGHTS
  • સ્ત્રીઓની સરખામણી કરવાનું છોડો, પુરુષ તેમની સામે ટકતો પણ નથી

Chanakya Niti: આચાર્ય ચાણક્ય પોતાના સમયે સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જાણીતા છે. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે અનેક નીતિઓની રચના કરી હતી, જે આજે પણ માનવજાતિને સાચી દિશા અને રાહ દેખાડવાનું કામ કરે છે.

એવું કહેવાય છે કે, જો સુખદ અને સફળ જીવન જીવવા માંગતા હોવ, તો તમારે ચાણક્ય નીતિમાં દર્શાવવામાં આવેલી નીતિઓનું અચૂક પાલન કરવું જોઈએ. જો તમે ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી વાતોને અવગણવાની ભૂલ કરો છો, તો તેનું તમારે ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં અમુક એવ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં એક પુરુષ ક્યારેય પણ કોઈ મહિલાની સરખામણી નથી કરી શકતો અને તેમની સામે ટકતો પણ નથી. આજે અમે તમને એ સંદર્ભે વિગતવાર જણાવીશું.

પરિવારની ખુશી માટે બલિદાન
ચાણક્ય નીતિ અનુસાર મહિલાઓ લાગણીશીલ હોય છે અને ઈમોશનલી સ્ટ્રોન્ગ હોછે. જ્યારે પુરુષોને નાની-નાની વાતે ગુસ્સે થઈ જાય છે. મહિલાઓ ક્યારેય સરળતાથી હિંમત નથી હારતી, જ્યારે પુરુષ ઘણી વખત સરળતાથી હાર સ્વીકારી લેતા હોય છે. આટલું જ નહીં, મહિલાઓ પોતાના પરિવારની ખુશી માટે ત્યાગ કરતા પણ ખચકાતી નથી, પછી ગમે તેવી સ્થિતિ ખરાબ કેમ ના હોય.

સબંધો સાચવવામાં નિપુણ
આચાર્ય ચાણક્ય અનુસાર, એક મહિલા સબંધો જાળવવામાં પુરુષોની સરખામણીમાં વધારે મજબૂત હોય છે. મહિલાઓ સબંધ બચાવવા માટે સમાધાન કરવાનું સારી રીતે જાણે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં સબંધો જાળવી રાખવાની કુશળતા વધારે હોય છે. જ્યારે પણ કોઈ સબંધમાં તકલીફ આવે, તો મહિલાઓ ધીરજથી સ્થિતિ સંભાળી લે છે.

naidunia_image

દરેક મહિલા પોતાના શબ્દોનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણે છે. કેવી રીતે કોઈ પણ શબ્દને સમજદારીપૂર્વક વાપરવા, તેના વિશે મહિલાઓ સારી રીતે જાણે છે. જેનાથી વિપરિત પુરુષ જલ્દી ગુસ્સે થઈ જાય છે અને આકરા વેણ બોલી નાંખે છે. જેના પરિણામે સામેવાળી વ્યક્તિ સાથે પોતાના સબંધો બગાડી નાંખે છે.

ચાલાક અને સમજદાર
ચાણક્ય નીતિ અનુસાર, મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધારે ચાલાક અને સમજદાર હોય છે. મહિલાઓ ચતુરાઈ અને સમજદારીથી કોઈ પણ કપરી સ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી જાય છે. મહિલાઓ બખુબી જાણે છે કે, તેમને ક્યારેય પોતાનું મોંઢુ ખોલવું જોઈએ અને કેવી રીતે સ્થિતિને પોતાના માટે ફાયદેમંદ બનાવવા છે. જ્યારે પુરુષો મોટાભાગે ઉતાવળમાં નિર્ણય લેતા હોય છે, જેના પરિણામે ભૂલ કરી બેસે છે.

પરિવારને એકજૂટ રાખવાની કાબેલિયત
દરેક મહિલા પાસે પોતાના સમગ્ર પરિવારને એકજૂટ રાખવાની સારી કાબેલિયત હોય છે. એક બુદ્ધિશાળી અને સંસ્કારી સ્ત્રી પોતાના પરિવારને પોતાની સેવા, કરૂણા અને મમતાની મદદથી ખૂબ જ સારી રીતે સબંધો જાળવી રાખવાનું બખુબી જાણે છે. જેનાથી વિપરિત પુરુષ પાસે ભલે અઢળક પૈસો હોય, પરંતુ તે પરિવારને એકજૂટ નથી રાખી શકતો.