'દુર્ગે માઁ, જગમગ સજા હૈ દરબાર..'- ગુજરાતી ગાયિકા કાજલ મહેરિયાના હિન્દી ગરબાની ધૂમ, VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- 'હવે નવરાત્રિમાં આજ વાગશે'

ગુજરાતી કાજલ મહેરિયા સાથે ભોજપુરી ગાયક નીલકમલ સિંહે ગીતને અવાજ આપ્યો છે. ગુજરાતી-ભોજપુરી અને હિન્દીનું આ કૉમ્બિનેશનની ખેલૈયાઓમાં ચર્ચા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Sep 2025 09:07 PM (IST)Updated: Wed, 24 Sep 2025 09:07 PM (IST)
navratri-2025-gujarati-singer-kajal-maheriya-hindi-garba
HIGHLIGHTS
  • બૉલિવૂડના જાણીતા ગીતકાર મનોજ મુન્તશિર દ્વારા લખવામાં આવ્યું છે ગરબા-ગીત

Navratri 2025: અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આદ્યશક્તિ માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રિ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આજે ત્રીજુ નોરતું છે, ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયાનો (Kajal Maheriya) હિન્દી ગરબો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

હકીકતમાં કાજલ મહેરિયા અને ભોજપુરી સિંગર નીલકમલ સિંહ દ્વારા ગાવામાં આવેલું એક ગરબા ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ભોજપુરી, ગુજરાતી અને હિન્દીનું આ કૉમ્બિનેશનને લઈને ખેલૈયાઓમાં પણ ચર્ચા છે. આ ગીતના શબ્દો બૉલિવૂડના જાણીતા ગીતકાર મનોજ મુન્તશિર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેને સંગીત કુંવર અંશિત દ્વારા આપવામાં આવ્યું છે.

આ ગીતના વીડિયોમાં ગુજરાતી ગાયિકા કાજલ મહેરિયાની સાથે ભોજપુરી ગાયલ નીલકમર સિંહ તેમજ મનોજ મુન્તશિર શુક્લા અને નીલમ મુન્તશિર પણ જોવા મળે છે. જ્યારે આ ગીતને કોરિયોગ્રાફી પ્રાચી જોશી એ કરી છે. જેની સાથે અરવિંદ જાધવ તેમજ યોગેશ રાઠોડના મૂવ્શે ડાન્સને વધુ આકર્ષક બનાવ્યું છે. આ સિવાય અન્ય ડાન્સ કલાકારોની એનર્જીએ વીડિયોને વિઝ્યુઅલી વધુ એક્ટ્રેક્ટિવ બનાવ્યો છે.

આ ગીત ગત 20 સપ્ટેમ્બર 2025ની રાતે ટી-સિરીઝની યુ-ટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ ગીતને અઢી મિલિયન કરતાં વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા નવરાત્રિ દરમિયાન આજ ગીત વગાડવામાં આવશે, તેવી કૉમેન્ટ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, આ ગીતની ધૂન 'લવરાત્રિ' ફિલ્મના ગીત 'છોગાળા તારા' પરથી લેવામાં આવી છે. દર્શન રાવલ અને અશીશ કૌર દ્વારા ગાવામાં આવેલ આ ગીત પણ ખૂબ જ હિટ રહ્યું હતુ.