Ola Muhurat Mahotsav: રૂ. 50 હજારથી ઓછી કિંમતે OLA S1 અને RoadsterX ખરીદવાની સુવર્ણ તક, આજે જ શૉ રૂમ પર પહોંચો

ઈલેક્ટ્રિક વ્હીકલની પહોંચ દરેક ભારતીય સુધી પહોંચે, તે માટે 'ઓલા મુહૂર્ત મહોત્સવ'ની ઑફર શરૂ કરવામાં આવી છે: કંપની

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Sep 2025 08:24 PM (IST)Updated: Wed, 24 Sep 2025 08:24 PM (IST)
ola-electric-scooter-company-ola-muhurat-mahotsav-offer-on-ola-s1-and-roadsterx
HIGHLIGHTS
  • 31 સપ્ટેમ્બર સુધી ઓલા મુહૂર્ત મહોત્સવની ઑફર
  • વહેલા તે પહેલાના ધોરણે ગ્રાહકોને લાભ અપાશે

Ola Muhurat Mahotsav: ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવતી કંપની OLA ઈલેક્ટ્રિક દ્વારા 'ઓલા મુહૂર્ત મહોત્સવ' નામે ઑફરની જાહેરાત કરવામાં આવી છે. આ ઑફર અંતર્ગત આગામી 9 દિવસો સુધી OLA ઈલેક્ટ્રિકનું S1 સ્કૂટર અને RoadSterX બાઈક 50 હજારથી ઓછી કિંમતમાં ખરીદવાની તક મળશે.

બેંગ્લુરુ સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'ઓલા મુહૂર્ત મહોત્સવ' અંતર્ગત ગ્રાહકોને પહેલા ક્યારેય ના જોવા મળી હોય, તેવી કિંમતોમાં OLAના સ્કૂટર અને બાઈક ખરીદવાની તક મળશે. આ મહોત્સવ અંતર્ગત S1X 2 કિલોવૉટ\કલાક અને RoadSterX 2.5 કિલોવૉટની કિંમત માત્ર 49,999 રૂપિયા રહેશે.

S1 અને RoadsterXના અન્ય વેરિયન્ટની કિંમતો કેટલી રહેશે
S1 Pro+ 5.2 કિલોવૉટ\કલાક અને RoadsterX+ 9.1 કિલોવોટ \કલાકની કિંમત 99,999 રૂપિયા હશે. S1 Pro+ 5.2 કિલોવોટ\કલાક અને RoadsterX+ 9.1 કિલોવોટ\કલાક બન્ને 4680 ભારત સેલ બેટરી પેક સાથે આવે છે.

વધુમાં કંપનીએ જણાવ્યું કે, આ ભાવ પર S1 અને RoadsterXના મર્યાદિત યુનિટ્સ વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંદર્ભે કંપનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દરરોજ જાહેરાત કરવામાં આવશે. 'ઓલા મુહૂર્ત મહોત્સવ' માત્ર ક્યારેય ના જોયા હોય, તેવી કિંમતોને લઈને જ નથી, પરંતુ ઈલેક્ટ્રિકલ વ્હીકલની પહોંચ દરેક ભારતીય સુધી પહોંચાડવા બાબતે છે.

GST રિફોર્મ્સના પહેલા દિવસે શૉ રૂમમાં ગ્રાહકોની ભીડ ઉમટી
ગત સોમવારે 22 સપ્ટેમ્બરના રોજ નવા GST દર લાગુ થવા સાથે જ અલગ-અલગ કાર કંપનીઓના શૉ રૂમમાં ગાડીઓ ખરીદવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા નાની કાર પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે.

નવો જીએસટી દર લાગુ થવા સાથે જ નવરાત્રિના પહેલા દિવસે જ કારની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા મારુતિ સુઝૂકી અને હુન્ડાઈએ ગત વર્ષોના એક દિવસના વેચાણનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. જેમાં મારુતિએ પહેલા દિવસે લગભગ 30 હજાર જેટલી કાર વેચી. જ્યારે હુન્ડઈએ 11 હજાર તેમજ ટાટા મોટર્સે 10 હજાર જેટલી કારનું વેચાણ કર્યું હતુ.