Grah Gochar 2025: ગ્રહોની સ્થિતિ દરેક રાશિના જાતકોના જીવન પર શુભાશુભ અસર કરતી રહે છે. એવામાં નવેમ્બર મહિનો પણ ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિના કારણે 500 વર્ષ બાદ એવા દુર્લભ સંયોગનું નિર્મામ થવા જઈ રહ્યું છે.
દ્રિક પંચાગ પ્રમાણે, 11 નવેમ્બરના રોજ દેવગુરુ બૃહસ્પતિ અર્થાત ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થઈ જશે. જ્યારે શનિ ગ્રહ મીન રાશિમાં માર્ગી થશે. આ બન્ને ગ્રહોની ચાલની અસર દરેક રાશિના જાતકો પર પડવાની છે. જો કે ત્રણ લકી રાશિના જાતકો માટે તે અત્યંત ફાયદેમંદ નીવડશે. તો ચાલો કંઈ છે આ લકી રાશિ તેના વિશે જાણીએ..
- મિથુન: ગુરુની વક્રી અને શનિની માર્ગી ચાલથી આ રાશિના જાતકોના વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે.નોકરિયાત વર્ગ કામકાજના સારો માહોલ જળવાઈ રહે, કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા પણ વધશે. જો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ, તો આ સમય અત્યંત શુભ રહેવાનો છે.
- મકર: ગુરુની વક્રી અને શનિની માર્ગી ચાલની આ રાશિ પર શુભ અસર થશે. જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સંતાનો સાથે તાલમેલ વધશે. સંઘર્ષમાંથી બહાર આવી સફળતાના માર્ગે આગળ વધી શકશો. વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે. ધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે.કરેલા રોકાણ પર સારું વળતર મેળવી શકશો.
- કુંભ: 500 વર્ષ બાદ બનતી ગ્રહોની સ્થિતિ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. શનિની માર્ગી ચાલ જાતકોને મહેનતુ બનાવશે. તમને મહેનતનું મીઠું ફળ ચાખવા મળશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જૂના રોગમાંથી મુક્તિ મળતા સ્વાસ્થ્ય સારું રહેશે. સંઘર્ષમાંથી બહાર આવી સફળતાના માર્ગે આગળ વધશો.નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
