Bhavya Gandhi Comeback TMKOC: સોની સબ ચેનલ પર આવતી કૉમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી લોકોને પેટ પકડીને હસાવી રહી છે. અનેક કલાકારો શૉને અલવિદા કહી ચૂક્યા અને તેમની જગ્યાએ નવા આવ્યા. આમ છતાં હજુ પણ સીરિયલ લોકોને હજુ પણ મનોરંજન પુરુ પાડી રહી છે. આજે પણ શૉના જૂના એપિસોડ લોકોને ખૂબ જ ગમી રહ્યા છે, ત્યારે જૂના ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીની શોમાં વાપસીને લઈને ફેન્સમાં ઉત્સુક્તા વધી ગઈ છે.
હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુના બાળપણની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા ભવ્ય ગાંધીની ફરીથી શૉમાં પરત ફરી રહ્યો છે.
આ પણ વાંચો
જ્યારથી તારક મહેતા સીરિયલ ઑન એર થઈ એટલે કે 2008 થી 2017 સુધી ભવ્ય ગાંધી જ ટપ્પુની ભૂમિકામાં જોવા મળ્યો હતો,જેને દર્શકોએ ભરપુર પ્રેમ પણ આપ્યો હતો. જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ચર્ચાના કારણે ફેન્સ પણ ખુશ જોવા મળી રહ્યા છે, ત્યારે શું ખરેખર ભવ્ય ગાંધી તારક મહેતામાં પરત ફરવાનો છે?
તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં ભવ્ય ગાંધીએ શૉમાં પોતાના અનુભવ અને વાપસીના પ્રશ્ન પર મૌન તોડ્યું હતુ. જ્યારે ભવ્ય ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું તારક મહેતા શૉમાં તમારું કમબેક થશે. શું તમે ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાવવા માંગશો. આ પ્રશ્નના જવાબમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું કે, ચોક્કસ હું શો સાથે જોડાવા માંગીશ. આ શૉના નિર્માતા આસિત મોદીનો આભાર માનતા ભવ્ય ગાંધીએ જણાવ્યું કે, તેઓ જ સૌથી પહેલા મારી પ્રતિભા ઓળખતા હતા.
જણાવી દઈએ કે, સાત વર્ષ સુધી ભવ્ય ગાંધીએ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવી હતી. જ્યારે તેણે શૉ છોડ્યો, ત્યારે ફેન્સને પણ આઘાત લાગ્યો હતો. ફેન્સ હજુ પણ ટપુની ભૂમિકામાં બીજા કોઈ કલાકારને જોવા માટે તૈયાર નથી.
જ્યારે ભવ્ય ગાંધીએ શૉ છોડ્યો, ત્યારે એવી અફવાઓ પણ ઉડી હતી કે, તેણે પૈસા ખાતર શૉ છોડ્યો હતો. જો કે ટપ્પુએ તમામ અફવાઓ ફગાવતા જણાવ્યું કે, મેં ક્યારેય પૈસા ખાતર કામ નથી કર્યું. આમ પણ એ સમયે હું ખૂબ જ નાનો હતો. આથી મારા પગારનો તમામ હિસાબ-કિતાબ મારા માતા-પિતા જ રાખતા હતા.
ઉલ્લેખનીય છે કે, ભવ્ય ગાંધીએ તારક મહેતા શૉ છોડ્યો, તે પછી રાજ અનડકટ નામના કલાકારે ટપ્પુની ભૂમિકા ભજવી હતી. જો કે થોડા વર્ષોમાં રાજ અનડકટે પણ તારક મહેતાને અલવિદા કહેતા હવે નિતેશ બલુણી નામનો કલાકાર ટપ્પુની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
