Rajkot: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા રેસિન્ડસી પાછળ સનસાઇન સિટીમાં રહેતા દૂધના વેપારીને રોકાણ કરાવી નફાની લાલચ આપી કટકે કટકે 60 લાખ રૂપિયા ઓળવી જનાર ગઠિયા સામે તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે 150 ફુટ રીંગ રોડ પર આવેલી સનસાઇન સિટી શેરી નં 2માં પિતૃ કૃપા મકાનમા રહેતા અશ્વિન વશરામભાઇ પાઘડાળ (ઉ.વ. 46 ) એ પોતાની ફરિયાદમા રોહન કરશનભાઇ વેકરીયા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
અશ્વિનભાઈ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ અલગ અલગ વિસ્તારમાં દૂધનો વેપાર કરે છે. આજથી પાચેક વર્ષ પહેલા આસ્થા રેસીડેનસી બહાર રહેતા રોહન વેકરીયા સાથે ઓળખાણ થઇ હતી. જે બાદ બંને મિત્રો બન્યા હતા.
2023મા અશ્વિન પટેલ આસ્થા રેસીડેન્સી પર પોતાની બેઠકે બેઠા હતા, ત્યારે રોહન તેમની પાસે આવ્યો હતો અને તેમણે વાત કરી હતી કે શાપરમાં તમે એક પ્લાસટીકના દાણા બનાવવાનું મશીન મુકયુ છે. તમે પૈસા રોકો તેમ કહી નફાની લાલચ આપી હતી અને 5 ટકા લેખે ભાગ આપવાનુ પણ જણાવ્યુ હતુ. જે બાદ રોહન વેકરીયાએ પૈસાની માગણી કરી હતી.
જે ફરીયાદી અશ્વિન પટેલને મકાન પર લોન લઇ લેવા જણાવ્યુ હતુ અને મકાનનો હપ્તો આ રોહન વેકરીયા ભરશે તેવુ જણાવ્યુ હતુ. ગત તા. 15-5નાં રોજ અશ્વિનભાઈ ઘરે હતા, ત્યારે રોહનનો કોલ આવ્યો હતો પાંચ લાખની માગણી કરતા ઘરે દૂધના રોકડા ભરેલા 5 લાખ રોહનને આપ્યા હતા. જે બાદ મકાનની લોન હતા. 2-6-23 નાં રોજ મંજુર થતા અશ્વિનભાઈના ખાતામાં 33.29 લાખ ખાતામા રોકડા જમા થયા હતા.
રોહને તેમની બેંક ડીટેઇલ મોકલતા તેમણે દશ લાખ રૂપિયા હતા. આમ તેમને અલગ અલગ સમયે 10-11-23 સુધીમા કુલ 1 કરોડ રૂપીયા હતા . જે બાદ આ રોહન તેમાંથી 42 લાખ રૂપીયા પરત આપી દીધા હતા . અને રોહન પાસેથી બાકી નીકળતા રૂ. 6 લાખ તેમની પાસેથી માગણી કરતા રોહન વેકરીયા અલગ અલગ બહાના આપતા હોય અને તેમનાં તરફ તપાસ કરતા તે ઘર મુકી કયાક ભાગી ગયો હોવાનુ જાણવા મળતા અંતે તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.
આ મામલે પીએસઆઇ એમ. આઇ શેખ બનાવ અંગે તપાસ ચલાવી રહયા છે. આ ઘટના અંગે પી.આઈ. હરિપરાના માર્ગ દર્શન હેઠળ આરોપીના ઘરે તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો.
