Ketu Gochar: વૈદિક જ્યોતિષમાં કેતુને રહસ્યમય અને કર્મોનું ફળ આપનારો ગ્રહ માનવામાં આવે છે. કેતુ અચાનક પરિવર્તન કરવાના કારણે પણ જાણીતો છે. ગ્રહોની ચાલ જાતકના જીવન, કરિયર, ધન, સ્વાસ્થ્ય અને સબંધો પર ઊંડી અસર કરે છે. આથી ગ્રહોની દરેક ચાલનું આપણાં જીવનમાં ખાસ મહત્ત્વ હોય છે.
ગત 6 જુલાઈથી કેતુ શુક્ર ગ્રહથી પ્રભાવિત પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યાં તે માર્ચ 2026 સુધી રહેશે. આ દરમિયાન કેટલાક લોકોના જીવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સૌદર્ય, સુખ, સંતાન, પ્રેમ અને રચનાત્મક્તાનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં શુક્રના પૂર્વ નક્ષત્રમાં કેતુનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલી શકે છે.
કન્યાઃ કેતુનું આ ગોચર કન્યા રાશિના જાતકો માટે ભાગ્ય વૃદ્ધિની તક લઈને આવ્યું છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વર્ષોથી અટકાયેલું ધન પરત મળવાના યોગ બનશે. વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે. નવી સિદ્ધિઓ મળી શકે છે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે. વિદ્યાર્થી વર્ગને કરિયરને નવી દિશા મળી શકે છે.
તુલાઃ શુક્રના નક્ષત્રમાં કેતુનું આ ગોચર કરિયરમાં પ્રગતિ લઈને આવશે. જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરિયાતો માટે પોતાની પ્રતિભા વિકસાવવાની તક. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. પરિવારનો પુરો સહયોગ મળશે. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય
મકરઃ આ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. કોઈ નવા પ્રોજેક્ટ કે રોકાણ પર વધારે લાભ મળવાની સંભાવના છે. વેપારમાં અણધાર્યો નફો રળી શકશો. આવકમાં વૃદ્ધિ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. આ સમય સફળતા, સમૃદ્ધિ અને સન્માન આપનારો રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
