Shani Shukra Yuti 2026: મીન રાશિમાં 30 વર્ષ બાદ બનતી શનિ-શુક્રની યુતિથી 3 રાશિની આર્થિક પ્રગતિ નક્કી; પ્રતિસ્પર્ધીઓ પાછળ રહી જશે

માર્ચ મહિનામાં શુક્ર મીન રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી શનિ મહારાજ બિરાજમાન હશે. આતી 30 વર્ષો બાદ મીન રાશિમાં શનિ-શુક્રની દુર્લભ યુતિ સર્જાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 10:26 PM (IST)Updated: Sun, 09 Nov 2025 10:26 PM (IST)
shani-and-shukra-yuti-in-meen-rashi-2026-lucky-for-these-3-zodiac-signs
HIGHLIGHTS
  • આગામી વર્ષ 2026 શુક્રની ચાલ અને શનિની યુતિના કારણે ખાસ રહેશે

Shani Shukra Yuti 2026: હાલ નવેમ્બર મહિનાનું બીજું સપ્તાહ ચાલી રહ્યું છે અને દોઢેક માસ બાદ નવું વર્ષ 2026 શરૂ થઈ જશે. આવનારું વર્ષ પણ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. ખાસ કરીને શુક્રની ચાલ અને શનિની યુતિ દેશ-દુનિયા તેમજ દરેક રાશિના જાતકો પર શુભાશુભ અસર કરવાની છે.

વૈદિક જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે, આગામી માર્ચ મહિનામાં શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. આ સમયે મીન રાશિમાં શનિ મહારાજ પહેલાથી જ બિરાજમાન હશે. જેના કારણે 30 વર્ષ બાદ મીન રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનશે, તે ત્રણ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેશે. તો ચાલો જાણીએ આ લકી રાશિ કઈ છે…

વૃષભ: મીન રાશિમાં બનતી શુક્ર અને શનિની યુતિ આ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આવનારા 2026ના વર્ષમાં તમારી આવકમાં આકસ્મિક વધારો જોવા મળશે. જાતકો સંઘર્ષમાંથી બહાર આવી સફળતાના માર્ગે આગળ વધી શકશે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહેશે.

મકર: શુક્ર અને શનિની યુતિ આ રાશિના જાતકો માટે પણ લાભદાયી સિદ્ધ થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. વ્યવસાયમાં ધારેલી સફળતા મેળવી શકશો. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે.

મીન: શુક્ર-શનિનું મિલન આ રાશિના જાતકોને પણ શુભ ફળ આપવાનું છે. સામાજિક માન-પ્રતિષ્ઠાના યોગ બનશે. ભાગ્યવૃદ્ધિના યોગ બને. લગ્નસુખ માટે ઈચ્છાપૂર્તિ થાય.અટકેલા કામો ઉકેલવાનો માર્ગ મળશે. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય.ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. તબિયતની ચિંતા દૂર થતી જણાય

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.