Rahu-Ketu Gochar 2025: માયાવી ગ્રહોની ચાલથી બે રાશિના જાતકોને થશે અણધાર્યો લાભ, સફળતા જોઈને હરિફો પણ તમારી ઈર્ષ્યા કરશે

રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભમાં ગોચર કરશે, તો કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Apr 2025 10:34 PM (IST)Updated: Thu, 03 Apr 2025 10:34 PM (IST)
rahu-ketu-gochar-2025-in-sinh-and-kumbh-rashi-lucky-for-these-2-zodiac-sign
HIGHLIGHTS
  • 18 મેના રોજ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે

Rahu-Ketu Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આગામી મે મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે તે મહિનામાં અનેક ગ્રહો એક પછી એક રાશિ પરિવર્તન કરશે. ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકોને શુભ ફળ આપશે, તો કેટલીક રાશિના જાતકોને માયાવી ગ્રહ રાહુમાંથી મુક્તિ મળી જશે. આ સાથે જ ગુરુના રાશિ પરિવર્તનથી અનેક રાશિના જાતકો માલામાલ થશે.

જ્યોતિષનું માનીએ તો, આગામી 18મી મેના રોજ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. એક તરફ જ્યાં માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. બીજી તરફ કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આમ રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી મીન અને કન્યા રાશિના જાતકોને માયાવી ગ્રહમાંથી મુક્તિ મળી જશે. જ્યારે કુંભ અને સિંહ રાશિના જાતકોને રાહુ અને કેતુના પ્રકોપમાંથી પસાર થવું પડશે.

કન્યા: કેતુ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે, તે સાથે જ કન્યા રાશિના જાતકોને માયાવી ગ્રહમાંથી મુક્તિ મળી જશે. જે બાદ કેતુ કન્યા રાશિના વ્યય ભાવમાં બિરાજમાન રહેશે. આ ભાવમાં કેતુના રહેવાથી જાતકને કરિયર અને વેપાર-ધંધામાં અપાર સફળતા સાંપડે છે. આ સાથે જ સમાજમાં તેમની માન-પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો થાય છે. જાતકો તમામ પ્રકારની ભૌતિક સુખ-સગવડો ભોગવે છે. આર્થિક સમસ્યા દૂર થશે. તમારા વર્ષોથી અટકેલા કામો પુરા થશે. જો કે કેતુ નબળો પડવા પર જાતકને પડકારનો સામનો પણ કરવો પડી શકે છે. એવામાં ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેવો તમારા માટે હિતાવહ રહેશે.

મીન: રાહુના રાશિ પરિવર્તનથી મીન રાશિના જાતકોને પણ માયાવી ગ્રહમાંથી મુક્તિ મળી જશે. તમને તમારી મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. માયાવી ગ્રહ તમારા શત્રુઓનો નાશ કરશે. આ દરમિયાન તમારી આવકમાં આકસ્મિક વૃદ્ધિ થઈ શકે છે. યાત્રાના યોગ છ, જેના થકી તમારો ભાગ્યોદય થઈ શકે છે. વેપાર-ધંધામાં કોઈ મોટી ડીલ મળી શકે છે. રોકાણ કરવા માટે આ ઉત્તમ સમય છે. જો કે આ ભાવનો રાહુ તમને અણધાર્યા ખર્ચા પણ કરાવી શકે છે. એવામાં ઘરના વડીલોની સલાહ લઈને જ કોઈ પગલું ભરવું તમારા માટે હિતાવહ રહેશે.