Wear Gold: શરીર પર સોનાના દાગીના ધારણ કરવા વ્યક્તિ માટે ફાયદેમંદ પણ નીવડી શકે છે અને તેને નુકસાન પણ પહોંચાડી શકે છે. વૈદિક જ્યોતિષમાં ગ્રહોનો સબંધ રત્નોની સાથે-સાથે ધાતુઓ સાથે પણ માનવામાં આવ્યો છે. જેમ લોખંડનો સબંધ ન્યાયના દેવતા શનિ ગ્રહ સાથે માનવામાં આવે છે. તેમ સોનું ગુરુ ગ્રહ સાથે સંકળાયેલું છે.
સોનું માત્ર સુંદરતા જ નથી વધારતુ, પરંતુ તે પહેરવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. જેની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય, તો તેવા જાતક સોનું ધાણ કરે, તો શરીરમાં એનર્જી આવે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. જ્યારે કુંડળીમાં ગુરુ નીચમાં બિરાજમાન હોય, તો સોનું પહેરવાથી નુકસાન પણ પહોંચી શકે છે. આમ છતાં જો તમે સોનું પહેરો, તો ક્યાંક ખોવાઈ જાય કે ચોરી પણ થઈ શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે, કઈ રાશિના જાતકોએ ભૂલથી સોનું ના પહેરવું જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
વૃષભ: આ રાશિનો સ્વામી શુક્ર છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને ગુરુ એકબીજાના શત્રુ માનવામાં આવે છે. એવામાં જો વૃષભ રાશિના જાતકો સોનાના દાગીના પહેરે, તો તેમના જીવનમાં અનેક પડકારો આવી શકે છે. આકસ્મિક ખર્ચા આવી પડતા, આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે. જેના પરિણામે તમારો સ્વભાવ ચિડીયો બની શકે છે.
મિથુન: આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને જ્યોતિષ શાસ્ત્રમાં બુધની પણ ગુરુ સાથે મિત્રતા નથી. આથી જો મિથુન રાશિના જાતકો સોનાના દાગીના પહેરે, તો તેમને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ચામડી સબંધિત રોગનો ખતરો વધારે રહેછે. આટલું જ નહીં, તમારી બચત પણ વપરાઈ શકે છે.
મકર: આ રાશિનો સ્વામી શનિ હોવાથી મકર રાશિના જાતકો માટે પણ સોનું શુભ નથી માનવામાં આવતું. સોનું પહેરવાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર પહોંચી શકે છે. તમારા જીવનમાં અનેક નકારાત્મક ફેરફાર આવી શકે છે. નોકરિયાત વર્ગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સમસ્યા સર્જાઈ શકે છે.
કુંભ: મકરની માફક કુંભ રાશિનો સ્વામી પણ શનિ હોવાથી આ રાશિના જાતકો માટે પણ સોનું પહેરવું શુભ નથી હોતું. જીવનસાથી સાથે મનદુ:ખ રહે. કરિયરમાં પણ એક પછી એક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં પણ નુકસાન પહોંચી શકે છે. વ્યવસાયિક છેતરપિંડીના યોગ બને.
આમ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે, વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકોએ સોનું ધારણ કરવાનું ટાળવું જોઈએ. આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે પણ સોનું પહેરવું શુભ નથી માનવામાં આવતું
જે લોકો શનિ ગ્રહ સાથે સંકળાયેલા વેપાર-ધંધા સાથે સંકળાયેલા હોય તેવા જેમ કે કોલસો, ક્રૂડ અથવા લોખંડનું કામ કરતા હોય, તેમણે સોનું પહેરવાથી બચવું જોઈએ. જેનાથી તમારા વેપાર પર વિપરિત અસર થઈ શકે છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. આટલું જ નહીં, લાંબા ગાળા સુધી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમજ જો કોઈ જાતકની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય, તો આવી સ્થિતિમાં સોનું ધારણ કરવું શુભ માનવામાં નથી આવતું.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તુલા અને મકર રાશિના લોકો જ સોનું પહેરી શકે છે. આ રાશિના જાતકોને સોનું ધારણ કરવાથી સમ્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
