Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ઉજવાશે. આ દિવસે વિધિ-વિધાનથી ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે ગણેશ મંત્રનો જાપ કરે તો તેને વિશેષ ફળ મળે છે અને ગ્રહોની શુભતા પણ વધે છે.
રાશિ અનુસાર કરો ગણેશ મંત્રનો જાપ
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન પોતાની રાશિ અનુસાર નીચે આપેલા મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
મેષ: ૐ વક્રતુન્ડાય હૂં॥
વૃષભ: ૐ હીં ગ્રીં હીં॥ અથવા ૐ લંબોદરાય નમઃ॥
મિથુન: ૐ સુમુખાય નમઃ॥
કર્ક: ૐ ગણાનનાય નમઃ॥ અથવા ૐ વરદાય નમઃ॥
સિંહ: ૐ વિઘ્નરાજાય નમઃ॥
કન્યા: ૐ સિદ્ધિવિનાયકાય નમઃ॥ અથવા ૐ ચિંતામણ્યે નમઃ॥
તુલા: ૐ વક્રતુન્ડાય નમઃ॥
વૃશ્ચિક: ૐ નમો ભગવતે ગજાનનાય॥ અથવા ૐ એકદંતાય નમઃ॥
ધનુ: ૐ હેરંબ ગણપતયે નમઃ॥
મકર: ૐ ગણાધ્યક્ષાય નમઃ॥
કુંભ: ૐ કૃપાકરં નમઃ॥
મીન: ૐ ગં ગણપતયે નમઃ॥
ગણેશ ચતુર્થી 2026ની તિથિ અને શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો પ્રારંભ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે થશે અને સમાપન 15 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:44 વાગ્યે થશે. ઉદયાતિથિના આધારે ગણેશ ચતુર્થીનો તહેવાર 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ જ ઉજવવામાં આવશે.
ભગવાન ગણેશની સ્થાપના અને પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11:02 વાગ્યાથી બપોરે 1:31 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
ચોઘડિયા મુહૂર્ત
અમૃત – સવારે 6:05 થી 7:38
કાળ – સવારે 7:38 થી 9:11
શુભ – સવારે 9:11 થી 10:44
રોગ – સવારે 10:44 થી બપોરે 12:17
ઉદ્વેગ – બપોરે 12:17 થી 1:49
ચર – બપોરે 1:49 થી 3:22
લાભ – બપોરે 3:22 થી 4:55
અમૃત – સાંજે 4:55 થી 6:28
ગણેશ ચતુર્થીના દિવસે રાશિ અનુસાર મંત્ર જાપ કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ મંત્રોના જાપથી જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને સફળતાના નવા માર્ગ ખુલતા જાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષ અને પંચાંગ આધારિત છે. માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેની સંપૂર્ણ સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.
