Premanand Maharaj Spiritual Tips: આજે પૈસા પાછળ આંધળી દોટ મૂકતો વ્યક્તિ પોતાના માટે થોડી ક્ષણો પણ નીકાળે, તો પણ ઘણું છે. હાલની એકદમ બીઝી લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો માનસિક તણાવ અને એંગ્ઝાઈટીથી કાયમ ઘેરાયેલા રહે છે. એવામાં વૃંદાવનના મહાન સંત પ્રેમાનંદ મહારાજની કેટલીક વાતો તમારા મન અને મગજને શાંતિ આપે છે.
પ્રેમાનંદ મહારાજ અવારનવાર પોતાના પ્રવચનમાં કેટલીક એવી વાતો કહી દેતા હોય છે, જે વ્યક્તિને તેના રોજિંદા જીવન સાથે સંકળાયેલી હોય છે. તેઓ પોતાના પ્રવચન થકી લોકોને ભગવાનની ભક્તિ તરફ વાળવા માટે પ્રેરિત કરતા રહે છે.
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું આગવું મહત્વ છે. આટલું જ નહીં, મંદિરને લઈને પણ અનેક પ્રકારના નિયમો છે. આ નિયમો સંદર્ભે પ્રેમાનંદ મહારાજે પોતાના પ્રવચન દરમિયાન એક મોટી વાત કહી છે.
મંદિરમાં પ્રવેશ કર્યાં બાદ સૌથી પહેલું કામ શું કરવું જોઈએ? (Premanand Maharaj Spiritual Tips)
વૃંદાવનના મહાન સંતના જણાવ્યા મુજબ, મંદિર સાથે સંકળાયેલા કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું દરેક જણ માટે જરૂરી છે. જે લોકો આ નિયમોને ગંભીરતાથી લઈને તેનું પાલન કરે છે, તેને ભગવાનની કૃપા અચૂક મળે છે.
આટલું જ નહીં, આમ કરવાથી મન પણ ખૂબ જ શાંત રહે છે. મંદિરમાં જતાં જ પહેલા પગથિયાને સ્પર્શ કરીને પગે લાગવું જોઈએ. આ સમયે વધારે કંઈ બોલવું ના જોઈએ. મૌન ધારણ કરીને મંદિરમાં એવી રીતે પ્રવેશ કરવો જોઈએ, જાણે કે બધું જ સારું થઈ રહ્યું છે.

વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, પગથિયાથી સીધા મંદિરના મુખ્ય સંકુલમાં સુધી પહોંચી જવું જોઈએ. આ દરમિયાન કોઈની પણ સાથે વધારે ના બોલવું જોઈએ. મંદિરમાં કોઈની પણ કોઈ પ્રકારની ટીકા ના કરવી જોઈએ. આ સમયે કોઈના દોષ દેખવા ના જોઈએ.
મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરવા જોઈએ. જે બાદ ભગવાન સાથે આંખ મિલાવીને પછી શીશ ઝૂકાવીને મંદિરથી બહાર આવી જવું જોઈએ. તમે જેટલો સમય મંદિરમાં રહેશો, તેટલું સારું જ છે.