Margashirsha Amavasya 2024: હિન્દુ કેલેન્ડરમાં અમાસનું પણ આગવું મહત્ત્વ છે. આમ તો દર મહિને અમાસ આવતી હોય છે, પરંતુ કેટલીક અમાસ વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. આથી તેવી અમાસનું મહત્ત્વ અન્યની સરખામણીમાં અનેકગણું વધી જાય છે. આવી જ એક અમાસ માર્ગશીર્ષ અમાવસ્યા છે.
30 નવેમ્બર એટલે કે આવતીકાલે શનિવારના રોજ માર્ગશીર્ષ અમાવસ્યા આવી રહી છે. જેને અગહન અમાસ પણ કહેવામાં આવે છે. હિન્દુ પંચાગ પ્રમાણે, માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ માર્ગશીર્ષ અમાવસ્યા માનવામાં આવે છે. આ વખતે માર્ગશીર્ષ અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે ધૃતિ યોગ અને સુકર્મા યોગ તેમજ બુધ અસ્તનો સંયોગ બની રહ્યો છે. જે કેટલીક રાશિઓ માટે શુભ ફળ આપનાર બનશે.
વૃષભ: માર્ગશીર્ષ અમાવસ્યા પર બની રહેલો દુર્લભ સંયોગ વૃષભ રાશિના જાતકો માટે સારો માનવામાં આવી રહ્યો છે. આવતીકાલે માર્ગશીર્ષ અમાસથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ જશે. પૈસા કમાવવા માટે આ સમય ખૂબ જ સારો રહેશે.આ સમયગાળા દરમિયાન જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. લગ્નજીવન પણ સુખમય પસાર થશે.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે પણ માર્ગશીર્ષ અમાવસ્યા ખૂબ જ સારી માનવામાં આવી રહી છે.આ રાશિના જાતકોને કોઈ મોટી સિદ્ધિ હાંસલ થઈ શકે છે. આગળ વધવા માટે આ સારો સમય રહેશે. આકસ્મિક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે છે.
તુલા: માર્ગશીર્ષ અમાવસ્યાથી તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરિયાત વર્ગને સહકર્મીઓનો સાથ-સહકાર મળશે. બોસ પણ તમારા કામથી ખુશ રહેશે. વર્ષોથી અટકેલા પૈસા પરત આવી શકે છે. સ્વાસ્થ્ય પણ એકંદરે સારૂં રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. કોઈ મોટું રોકાણ કરવા માટે સારો સમય છે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો.
કુંભ: માર્ગશીર્ષ અમાવસ્યાનો દુર્લભ સંયોગ કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. ધંધાદારી વર્ગને સારી ડીલ મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થવાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે.
સનાતન ધર્મની ધાર્મિક માન્યતા મુજબ, અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે. આ દિવસે પિતૃઓની શાંતિ અને તેમની કૃપા પ્રાપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા કાર્યો કરવામાં આવે છે. જેથી પિતૃ દોષ સમાપ્ત થાય છે અને પરિવાર પર પિતૃઓના આશીર્વાદ રહે છે.