Mangal Aditya Rajyog: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું એટલે કે કોઈ એક રાશિમાંથી બીજી રાશિ કે નક્ષત્રમાં પ્રવેશ કરવાનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. એવામાં આગામી 2 એપ્રિલના રોજ ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે.
મોટાભાગે મંગળ ગ્રહ 45 દિવસને અંતે પોતાની રાશિ બદલતા હોય છે, પરંતુ વક્રી અવસ્થામાં આ સમય બદલાઈ શકતો હોય છે. આવતા મહિનાની શરૂઆતમાં જ 2 એપ્રિલના રોજ સાંજે 3:37 કલાકે મંગળ ગ્રહ ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી જ સૂર્ય બિરાજમાન છે. એવામાં મીનમાં મંગળના પ્રવેશ સાથે મંગળ અને સૂર્યની યુતિથી મંગળ-આદિત્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ મંગળ આદિત્ય રાજયોગની સ્થિતિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એક તરફ ગ્રહોના રાજા સૂર્યને સાહસ, ઉર્જા અને પરાક્રમનો કારક માનવામાં આવે છે. બીજી તરફ મંગળને પણ ઉર્જા, સાહસ, પ્રતિસ્પર્ધા, નેતૃત્વ ક્ષમતા અને શારીરિક શક્તિના કારક માનવામાં આવે છે.
આ બન્ને અગ્નિ તત્વ ધરાવતા ગ્રહો એક જ રાશિમાં આવવાથી બનતો મંગળ આદિત્ય રાજયોગ 3 રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સિદ્ધ થવાનો છે. આ રાશિના જાતકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે, તો ચાલો જાણીએ કંઈ છે આ 3 લકી રાશિ…
Aries (મેષ રાશિફળ)
મીન રાશિમાં બનતો મંગળ આદિત્ય રાજયોગ આ રાશિના જાતકોની ઉન્નતિ માટે નવી તકો લઈને આવી રહ્યું છે. માન-સન્માન સાથે સફળતા પામી શકશો. નોકરિયાત વર્ગને કામકાજમાં જવાબદારી વધી શકે છે. આર્થિક આયોજન માટે અનુકુળ સમય આવી રહ્યો છે. આવકની નવી દિશા ખૂલશે. ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો.
સિંહ (Leo Rashifal)
મંગળનું ગોચર આ રાશિના જાતકો માટે પણ ફળદાયી નીવડવાનું છે. જાતકો પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સરળતાથી સફળતાની સીડી ચઢી શકશે.નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તેમની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. મહેનતથી સારા પરિણામની આશા ફરીથી જીવંત થતી જણાય.આર્થિક સમસ્યાનું સમાધાન મળશે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે.
ધન (Sagittarius Rashifal)
મંગળ આદિત્ય રાજયોગ આ રાશિના જાતકો માટે આકસ્મિક રીતે પ્રગતિના નવા દ્વાર ખોલશે. વેપારી વર્ગને વેપારમાં વર્ચસ્વ સ્થાપિત થશે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે.વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય. લાંબા સમયથી વિવાહ ઈચ્છુક માટે યોગ્ય પાત્રનું મિલન થાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
