Gold Price: લગ્નગાળા વચ્ચે કિંમતમાં મોટો કડાકો બોલતાં સોનું ખરીદનારા માટે ખુશખબર, જાણો ક્યા સ્તરે જઈને અટકશે ભાવમાં ઘટાડો!

28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ, ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,66,469 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,89,848 રૂપિયા હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Mar 2026 04:03 PM (IST)Updated: Tue, 24 Mar 2026 04:03 PM (IST)
massive-drop-in-gold-and-silver-price-amid-iran-israel-tensions-should-you-buy-now
HIGHLIGHTS
  • યુદ્ધ શરૂ થયું ત્યારથી સોનાનો ભાવ 31,869 રૂપિયા તૂટ્યો છે

Gold Price:ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. મિડલ ઈસ્ટમાં તણાવને પગલે વૈશ્વિક બજારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી મોટી ઉથલ-પાથલનો દૌર જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને તેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર સ્પષ્ટ જોઈ શકાય છે. વીતેલા 53 દિવસમાં ચાંદીના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે, જ્યારે સોનાની કિંમત પણ 25 ટકાની આસપાસ તૂટીછે.

જો કાલની જ વાત કરીએ તો, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. જે પૈકી સોનાના ભાવ એટલા તૂટ્યા હતા કે, તે રૂ. 1,29,595 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું હતું.

સોના-ચાંદીના ભાવ હજુ કેટલા તૂટી શકે?

લગ્નની સિઝન ચાલી રહી હોવાથી, જે પરિવારો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે અત્યારે થઈ રહેલી કિંમતમાં ઘટાડો રાહત લઈને આવ્યો છે. આમ છતાં સૌના મનમાં એક સવાલ અચૂક છે કે, હજુ સોનાનો ભાવ કેટલો ઘટી શકે છે? શું 24 કેરેટ સોનું 1 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે આવી શકે છે?

આ અંગે કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ સોનાના ભાવમાં ચાલી રહેલી વધ-ઘટને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, સોનાનો ભાવ ફરીથી રૂ. 1 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે જવાની શક્યતા નહીવત છે. જ્યાં સુધી મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ રહેશે, ત્યાં સુધી સોનાના ભાવમાં આવી જ અસ્થિરતા રહી શકે છે.

જો કે આ સાથે જ અજય કેડિયાએ સોના અને ચાંદીને લઈને નવો ટાર્ગેટ પ્રાઈઝ પણ આપી દીધો છે. જે અંતર્ગત 24 કેરેટ સોનું રૂ.1.15 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી કિલો દીઠ રૂ.1.75 લાખ સુધી પહોંચી શકે છે.

ઉપરોક્ત આંકડા સોના અને ચાંદીના નવા સપોર્ટિંગ ટાર્ગેટ પ્રાઈઝ છે. જેનો અર્થ એ છે કે, સોનું 1.15 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં આવી શકે છે. આવી જ રીતે ચાંદી પણ 1.75 લાખ રૂપિયા પ્રતિ કિલોની રેન્જ સુધી આવશે.

આવી જ રીતે કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ પણ સોના અને ચાંદીને લઈને નવા સપોર્ટિંગ પ્રાઈઝ આપ્યા છે. જેમના જણાવ્યા પ્રમાણે સોનું ગ્લોબલ લેવલે $ 3450-3500 એટલે કે રૂ. 1.15 લાખ અને ચાંદી $ 50 એટલે કે રૂ.1.75 લાખની રેન્જમાં સ્થિર થઈ શકે છે.

અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, જો તમારે ખૂબ જ આવશ્યક્તા હોય તો સોનું અને ચાંદી ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. જો કે ખરીદી કરતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, બજાર અત્યારે ઉંચા સ્તરે છે અને રૂ. 1 લાખથી નીચે જવાની આશા ઓછી છે.