Mangal Gochar 2026: શત્રુની રાશિમાં મંગળના પ્રવેશ સાથે 4 રાશિઓ પર મંડરાશે સંકટ, 2 ઓગસ્ટથી જાતકોને વેઠવી પડશે હાડમારી

2 ઓગસ્ટ, 2026ના રોજ મંગળ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે, જે 18 સપ્ટેમ્બર સુધી રહેશે. શત્રુ રાશિમાં મંગળના પ્રવેશથી કર્ક, વૃશ્વિક, ધન અને મીન રાશિના જાતકો માટે મુશ્કેલીઓ વધશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jul 2026 04:08 PM (IST)Updated: Tue, 14 Jul 2026 04:08 PM (IST)
mangal-gochar-2026-mars-rashi-parivartan-in-gemini-to-affect-these-4-zodiac-signs

Mangal Gochar 2026, Mangal Rashi Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. એવામાં મંગળની દરેક ચાલની શુભ-અશુભ અસર તમામ રાશિના જાતકો ઉપર પડતી હોય છે. એવામાં આગામી 2 ઓગસ્ટ, 2026ના રોજ મંગળ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે, જ્યાં તે 18 સપ્ટેમ્બર સુધી બિરાજમાન રહેશે.

ખાસ વાત એ છે કે, મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુદ્ધિનો કારક બુધ ગણાય છે. મંગળ અને બુધ વચ્ચે પરસ્પર શત્રુતાનો ભાવ છે. એવામાં પોતાની શત્રુ રાશિ મિથુનમાં મંગળનું ગોચર 4 રાશિઓની ચિંતા વધારનારું સાબિત થશે. તો ચાલો જાણીએ કંઈ 4 રાશિના જાતકોએ આવનારા દિવસોમાં સતર્ક રહેવાની જરૂર છે.

 

  • કર્ક રાશિ (Cancer Rashifal): મિથુન રાશિમાં મંગળના પ્રવેશ સાથે જ કર્ક રાશિના જાતકોને ગભરામણ અને કોઈ અજાણ્યો ભય સતાવી શકે છે. કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થવાનો પ્રસંગ બની શકે છે. આકસ્મિક ખર્ચા આવી પડતાં બજેટ ખોરવાઈ શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે રાજનીતિથી સાચવવું પડશે. ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ રહે.
  • વૃશ્વિક રાશિ (Scorpio Rashifal): આવનારો સમય તમારા માટે અગ્નિપરીક્ષા સમાન નીવડી શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું પડશે. આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. બચત માટે સંઘર્ષ કરવો પડી શકે છે. બિનજરૂરી ખર્ચા તમારો માનસિક તણાવ વધારી શકે છે. દામ્પત્યજીવનમાં મનદુઃખના પ્રસંગ બનશે.
  • ધન રાશિ (Sagittarius Rashifal): મંગળનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે પણ તકલીફો લઈને આવી રહ્યું છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તે જોવું. આ સમય દરમિયાન નિર્ણય લેતા પહેલા વડીલો કે નિષ્ણાંતની સલાહ લેવી. નવા રોકાણો માટે રાહ જોવી હિતાવહ રહે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે.
  • મીન રાશિ (Pisces Rashifal): મંગળનું મિથુનમાં ગોચર થવાથી તમને મળેલી તક હાથતાળી આપતી જણાશે. નવા-નવા વૈવાહિક જીવનમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખવું. ક્રોધ, આવેશની ઉગ્રતા આપની સફળતા વચ્ચે આડખીલીરૂપ બની શકે છે. મનને વિચલિત કરનારી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.