Garud Puran: સનાતન ધર્મમાં જીવનના દરેક તબક્કા માટેના નિયમો અને સંસ્કાર બનાવવામાં આવ્યા છે. પુરાણોમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના કુલ 16 સંસ્કારોનું વર્ણન મળે છે, જે પૈકી અંતિમ સંસ્કારને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વ્યક્તિના મૃત્યુ બાદ ઘરમાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જે પૈકી મૃત્યુ બાદ ઘરમાં ચુલો કે ગેસ ના સળગાવવો પણ એક છે. જેનો હેતુ આત્માની શાંતિ તેમજ મૃતક પ્રત્યે પરિવારની સંવેદના અને શૉક પાળવાનો છે. તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ ઘરમાં સ્વજનના મૃત્યુ બાદ ગેસ ના સળગાવવાને લઈને શું કહેવામાં આવ્યું છે અને તેના નિયમો ક્યા છે?
આ પણ વાંચો
આત્માની યાત્રા શાંતિપૂર્ણ રહે
હિન્દુ ધર્મ ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ પાળવામાં આવતા નિયમો અને વિધિઓ અંગે વિગતવાર વર્ણ કરવામાં આવ્યું છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કોઈ વ્યક્તિના અવસાન બાદ થોડા સમય સુધી ઘરમાં કેટલાક નિયમો પાળવા જોઈએ. જેથી આત્માની યાત્રા શાંતિપૂર્ણ રહે.
ધાર્મિક માન્યતા મુજબ, મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા ઘર અને પરિવારની આસપાસ જ રહેતી હોય છે. એવામાં ઘરમાં રોજિંદા કામકાજ જેમ કે રસોઈ બનાવવાનું શરૂ કરી દેવામાં આવે તો આત્માને અશાંતિ થઈ શકે છે. આથી મૃતકની આત્માને સમય આપવા અને પરિવારને શોક મનાવવા માટે અવસર આપવો જરૂરી છે.
મૃત્યુ બાદ વ્યક્તિના શરીરમાં અનેક પ્રકારના જીવાણું વિકસિત થઈ શકે છે, જે વાતાવરણમાં ફેલાય છે. આથી જ મૃતકના અંતિમ સંસ્કાર બાદ ઘરની પુરી સાફ-સફાઈ, કપડા ધોવા અને સ્નાન કરવાને જરૂરી માનવામાં આવે છે. એવામાં શુદ્ધિ પૂરી થયા પહેલા જ રસોઈ બનાવવી સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.
3 થી 13 દિવસનો સૂતક કાળનો નિયમ
વ્યક્તિના મૃત્યુ બાદ 3 થી 13 દિવસ સુધી સૂતક કાળ માનવામાં આવે છે. આ દરમિયાન ઘરમાં અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં ચુલો ના સળગાવવો પણ એક છે. આ સમય શોક, શુદ્ધિ અને આત્મિક શાંતિ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
શૉકમાં ડૂબેલા પરિવારને સમય આપવાથી તેમને પોતાના સ્વજન ગુમાવ્યાનો ગમ સ્વીકારવામાં મદદ મળે છે. આ દરમિયાન સબંધીઓ અને પાડોશીએ પોતાના ઘરે રસોઈ બનાવીને મોકલતા હોય છે. જેનાથી પારિવારિક સબંધો પણ મજબૂત બને છે અને પરિવારને સાંત્વના પણ મળે છે.
