આ 'વન્ડર કિડ'ને જલ્દી ટીમ ઈન્ડિયામાં સ્થાન આપો, બુમરાહના પહેલા જ બૉલે સિક્સ ફટકારનાર વૈભવ સૂર્યવંશી પર ઈરફાન પઠાણ ઓળઘોળ

સૂર્યવંશી નસીબનો બળીયો છે. 15 વર્ષની ઉંમરે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તે જે કરી રહ્યો છે, મને નથી લાગતું કે, આપણે અગાઉ ક્યારેય કોઈને આવું કરતા જોયા હોય.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 04:39 PM (IST)Updated: Wed, 08 Apr 2026 04:39 PM (IST)
vaibhav-suryavanshi-shines-in-ipl-2026-irfan-pathan-demands-team-india-debut
HIGHLIGHTS
  • પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડરે BCCI સમક્ષ માંગ કરી

IPL 2026: વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) અત્યારે ફૂલ ફોર્મમાં છે. IPLમાં દરેક ઈનિંગ્સ સાથે તેની લોકપ્રિયતામાં ઝડપથી વધી રહી છે. આટલું જ નહીં, વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાની માંગ પણ જોર પકડી રહી છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર ઈરફાન પઠાણે (Irfan Pathan) વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કેપ આપવાની ભલામણ કરી છે.

IPL 2026ની 13મી મેચમાં મુંબઈ વિરુદ્ધ રમવા ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ દુનિયાના નંબર વન બૉલર જસપ્રિત બુમરાહના પ્રથમ બૉલ પર સિક્સર ફટકારીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ મેચમાં વૈભવે માત્ર 14 બૉલમાં 39 રન ફટકાર્યા હતા. વૈભવના આ પ્રદર્શનના પગલે ઈરફાન પઠાણે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવા માટે BCCI સમક્ષ માંગ કરી છે.

ઈરફાન પઠાણે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના વખાણમાં જણાવ્યું કે, સૂર્યવંશી નસીબનો બળીયો છે. 15 વર્ષની ઉંમરે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તે જે કરી રહ્યો છે, મને નથી લાગતું કે, આપણે અગાઉ ક્યારેય કોઈને આવું કરતા જોયા હોય.

આ યુવા ખેલાડી ખાસ આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. આ 15 વર્ષના 'વન્ડર કિડ'એ કહ્યું હતું કે, હું જસપ્રીત બુમરાહની રાહ જોઈ રહ્યો છું. ગત વર્ષે હું તેના બોલ પર આઉટ થઈ ગયો હતો, પણ આ વર્ષે હું આવીશ અને તેને શોટ ફટકારીશ અને જુઓ, તેણે બુમરાહના પહેલા જ બોલ પર શાનદાર શોટ ફટકારી દીધો.

વૈભવ સૂર્યવંશીના આક્રમક અંદાજમાં રમવાની સ્ટાઈલે જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજને પણ વિચારવા મજબૂર કરી દીધા છે.પોતાની સામે ગમે તેવો બૉલર આવે, વૈભવ સૂર્યવંશી તેની એક્શન પર ધ્યાન નથી આપતો કે નથી વધારે વિચારતો. વૈભવ માત્ર બૉલ પર નજર રાખે છે, જેવો બોલ તેની નજીક આવે, તે સાથે જ તે બેટ ઉગામે છે.

હું નથી ઈચ્છતો કે, BCCI વૈભવ સૂર્યવંશીને લઈને વધું રાહ જુએ. મને આશા છે કે, ભારતની જર્સીમાં તેની ઈન્ટરનેશન ક્રિકેટ કેરિયર ખૂબ જ લાંબી હશે. અજીત અગરકર જેમ બને તેમ જલ્દી આ બાબતે નિર્ણય લે, તેટલો જ ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.