વૈભવ સૂર્યવંશીની બે શબ્દોની પોસ્ટે મચાવી સનસનાટી, પ્લેઈંગ-11 માં તક ન મળતાં છલકાઈ વેદના

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની એકપણ મેચમાં વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Oct 2026 03:53 PM (IST)Updated: Sat, 17 Oct 2026 03:53 PM (IST)
vaibhav-sooryavanshi-still-believing-instagram-post-india-west-indies-t20-series-playing-xi

Vaibhav Sooryavanshi Post: ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની અત્યાર સુધી રમાયેલી એકપણ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. આ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ પહેલાં વૈભવે સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું છે, જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

ઓપનિંગમાં તક ન મળી, હિંમત ન હારવાનો નિર્ધાર

ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી અભિષેક શર્મા અને સંજુ સેમસન સંભાળી રહ્યા હોવાના કારણે વૈભવ સૂર્યવંશીને અત્યાર સુધીની ચારેય મેચમાં બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું છે. આ પરિસ્થિતિમાં તક ન મળવાથી 15 વર્ષનો આ બેટ્સમેન નિરાશ થાય તે સ્વાભાવિક છે, પરંતુ તેણે હિંમત ન હારવાનો નિર્ધાર કર્યો છે.

બે શબ્દોમાં કહી દિલની વાત: "Still believing"

વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી અને અંતિમ મેચ પહેલાં વૈભવ સૂર્યવંશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાની વર્તમાન મનોસ્થિતિ વ્યક્ત કરી છે. તેણે અંગ્રેજીમાં લખ્યું છે: "Still believing." એટલે કે "હજી પણ વિશ્વાસ છે." વૈભવ સૂર્યવંશીની આ ટૂંકી પોસ્ટ દર્શાવે છે કે મેચમાં તક ન મળવાનું દુઃખ ચોક્કસ છે, પરંતુ તે હિંમત હારી રહ્યો નથી.

 

અગાઉ આઠ મેચમાં બતાવ્યો છે પોતાનો દમ

વૈભવ સૂર્યવંશી અત્યાર સુધી ભારત માટે કુલ આઠ T20 મેચ રમી છે, અને તેમાં તેણે પોતાની અદ્ભુત પ્રતિભા સાબિત કરી દીધી છે. આ આઠ મેચમાં તેણે 186.36 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી કુલ 246 રન બનાવ્યા છે, જે દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી પણ નીકળી છે.

તાજેતરમાં જ રમાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ તમામ મેચોમાં ભાગ લીધો હતો. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામે તેને હજુ પણ તક મળવાની રાહ જોવી પડી રહી છે. આજે રમાનારી પાંચમી મેચમાં પણ તે રમે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે.