Garud Puran Rahashya: અંતિમ શ્વાસ પહેલા જ વ્યક્તિને મળે છે કેટલાક સંકેત, ગરુડ પુરાણની રહસ્યમયી વાતો જે તમારી જિંદગી બદલી નાંખશે

ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ આત્માની યાત્રા અને તેના કર્મો અનુસાર મળનારા ફળ તેમજ પુનર્જન્મ વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 07:00 PM (IST)Updated: Sun, 14 Dec 2025 07:01 PM (IST)
garud-puran-rahasya-symptoms-before-death-signs-in-gujarati
HIGHLIGHTS
  • ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેના સંવાદ પર આધારિત છે

Garud Puran Rahashya: આ સંસારમાં જે લોકો જન્મ લે છે, તેમને એક દિવસ તો મૃત્યુનો સ્વીકાર કરવો જ પડે છે. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. જ્યારે કોઈ નવો જીવ આવે છે, તો પરિવારમાં ખુશહાલી આવે છે. તેવી જ રીતે પોતાના સ્વજનોના જવાનું પણ ઊંડુ દુઃખ થાય જ છે. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે, જ્યારે મૃત્યુ નજીક આવે છે, ત્યારે વ્યક્તિને કેવું લાગે છે?

હકીકતમાં હિન્દુ ધર્મના 18 મહાપુરાણો પૈકી એક અને ભગવાન વિષ્ણુને સમર્પિત ગરુડ પુરાણામાં મૃત્યુ પછીની સ્થિતિ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે, અંતિમ શ્વાસની પહેલા એવા કેટલાક સંકેતો મળે છે, જેના દ્વારા વ્યક્તિને પોતાના મૃત્યુનો ખ્યાલ આવી જાય છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

ગરુડ પુરાણમાં જણાવેલા મૃત્યુના સંકેતો Garud Puran Death Signs

  • જો કોઈ વ્યક્તિને પોતાનો જ પડછાયો દેખાવાનું બંધ થઈ જાય, તો તે મૃત્યુનો સંકેત માનવામાં આવે છે
  • જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાના પૂર્વજોને જુઓ અને તેઓ તેને પોતાની પાસે બોલાવતા હોય, તો તે પણ મૃત્યુ નજીક આવવાનો સંકેત માનવામાં આવે છે
  • મૃત્યુ નજીક આવે, ત્યારે વ્યક્તિને યમરાજા દેખાવા લાગે છે. એવામાં વ્યક્તિને લાગે છે કે, કોઈ તેને લેવા આવી રહ્યું છે. હંમેશા રાતના સમયે જ યમરાજા જોવા મળે છે. એવામાં વ્યક્તિને પોતાની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અહેસાસ થાય છે.
  • જેમ-જેમ મૃત્યુ નજીક આવે, તેમ-તેમ વ્યક્તિને પોતાના સારા અને ખરાબ કર્મો દેખાવા લાગે છે. જ્યારે વ્યક્તિની આંખો સમક્ષ તેના ખરાબ અને સારા કામો આવતા રહે, તો સમજી લો અંતિમ ઘડીઓ આવી રહી છે.
  • મૃત્યુ નજીક આવે ત્યારે હાથની રેખાઓ ભૂસાવા લાગે છે. ગરુડ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેટલાક લોકોના હાથમાં તો રેખાઓ પણ જોવા નથી મળતી
  • અંતિમ શ્વાસ પહેલા વ્યક્તિને એક રહસ્યમયી દ્વારા દેખાવા લાગે છે. જે મૃત્યુના નજીક આવવાનો સંકેત માનવામાં આવે છે.
  • જ્યારે મૃત્યુ નજીક આવે, ત્યારે વ્યક્તિ પોતાની સમજવાની અને વિચારવાની ક્ષમતા ગુમાવી બેસે છે. વ્યક્તિ બોલવાનો પ્રયાસ કરે, તો પણ તેના મોંઢામાંથી અવાજ નથી નીકળતો અને તેને આસપાસના અવાજ પણ સંભળાવવાનું બંધ થઈ જાય છે.
naidunia_image

ક્યારે અને કેમ ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ
ગરુડ પુરાણ પ્રમાણે, વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃતકની આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. આ સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આજ કારણોસર વ્યક્તિના મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ