Hanuman Mantra: પવનપુત્ર હનુમાનજીની પૂજા ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે કરવામાં આવતી હોય છે. આ દિવસે ઘણાં ભક્તો ઉપવાસ પણ કરતાં હોય છો. જો કે સાવ એવું પણ નથી કે, અઠવાડિયાના અન્ય દિવસોમાં હનુમાનજીની પૂજા ના થાય. શનિવાર અને મંગળવાર સિવાયના દિવસે પણ હનુમાનજીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે જ છે.
આજે અમે આપને હનુમાનજીના 5 એવા શક્તિશાળી મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો નિયમિત જાપ કરવાથી તમારા જીવનમાં આવનારી અનેક અડચણો અને દુઃખોમાંથી તમને મુક્તિ મળી શકે છે.
હનુમાનજીના 5 શક્તિશાળી મંત્ર (Hanuman Ji Na Chamatkari Mantra)
ॐ હં હનુમંતે નમો નમઃ
આ હનુમાનજીનો મૂળ મંત્ર છે. દર મંગળવારે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાથી તમામ રોગ અને દુઃખ દૂર થઈ શકે છે. હનુમાનજીને તુલસીના પાન અર્પણ કરીને આ મંત્રની એક માળા જપવાથી તમારી તમામ મનોકામના પુરી થઈ શકે છે.
ॐ નમો ભગવતે આંજનેયાયા મહાબલાય સ્વાહા
કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમે આ મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરો. હનુમાનજીને ચણા અને ગોળનો ભોગ ધરાવ્યા બાદ આ મંત્રનો જાપ કરવાથી જાતકને રાહુ-કેતુના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
ॐ હં હનુમંતે રુદ્રાત્મકાય હું ફટ્
આ હનુમાનજીનો બીજ મંત્ર છે, જેને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ મંત્રના જાપ કરવાથી જાતકના આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ આ મંત્ર નકારાત્મક્તા દૂર કરે છે, તેમજ શત્રુ પર વિજય અપાવે છે. ખાસ કરીને મંગળવારે આ મંત્રની એક માળા અચૂક કરવી જોઈએ.
ॐ નમો ભગવતે હનુમંતે નમઃ
આ મંત્ર પણ ભગવાન હનુમાનજીને સમર્પિત એક શક્તિશાળી મંત્ર છે. જેના જાપ કરવાથી શક્તિ, સાહસ અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ મંત્ર જીવનની અડચણો દૂર કરે છે અને મનને શાંતિ આપે છે.
ॐ હં પવનનંદનાય સ્વાહા
આ મંત્રનો અર્થ થાય છે કે, પવનપુત્ર હનુમાન તમને નમન છે. ખાસ કરીને મંગળવારના રોજ આ મંત્રનો જાપ કરવો અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મંત્ર સાધકને સાહસ અને શક્તિ આપે છે અને જીવનમાં આવતી અડચણો, ભય અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે.
