Diwali 2024 Date: હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિના રોજ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર મુખ્ય અને ખૂબ જ મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશનો વિજય છે. દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલતો ખાસ તહેવાર છે. દિવાળીના દિવસે, ઘર, મંદિરો અને પ્રતિષ્ઠાનોમાં લક્ષ્મી-ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને રોશનીથી શણગારવામાં આવે છે.
દિવાળી પર લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંજ અને રાત્રિના શુભ મુહૂર્તને ધ્યાનમાં લઈને મા લક્ષ્મી, ભગવાન ગણેશ, મા સરસ્વતી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો દિવાળી, ધનતેરસ, નરક ચતુર્દશી અને ભાઈ બીજ સહિતના તહેવારો વિશે.
ક્યારે છે દિવાળી? (Diwali 2024 Date)
આ વર્ષે કારતક મહિનાની અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3:52 વાગ્યે શરૂ થઈને 01 નવેમ્બરે સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયાતિથિના આધારે, દિવાળીનો તહેવાર 01 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો
દિવાળી 2024 લક્ષ્મી પૂજા મુહૂર્ત (Diwali 2024 Laxmi Pujan Muhurat)
દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય સ્થિર લગન અને સૂર્યાસ્ત પછી એટલે કે પ્રદોષ કાળ, ત્રણ મુહૂર્ત હોય છે. દિવાળી પર, પ્રદોષ કાળ દરમિયાન હંમેશા દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. વૈદિક કેલેન્ડર અનુસાર, લક્ષ્મી પૂજાનો શુભ સમય 01 નવેમ્બરે સાંજે 5:36 થી 6:16 સુધીનો રહેશે.
પ્રદોષ કાળ- 17:35 થી 20:11 સુધી
વૃષભ કાળ- 18:21 થી 20:17 સુધી
ધનતેરસ 2024 તારીખ (Dhanteras 2024 Date)
- દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે.
- ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે.
- આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરના રોજ છે.
- આ દિવસે સોના-ચાંદીના સિક્કા, આભૂષણો, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
- ધનતેરસ પર પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 06:30 થી 08:12 સુધીનો રહેશે.
આ પણ વાંચો - Dhanteras Muhurat 2024: ધનતેરસ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
છોટી દિવાળી 2024 (Choti Diwali 2024)
- છોટી દિવાળીને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
- નરક ચતુર્દશીના દિવસે ઘરની બહાર દીવા રાખવામાં આવે છે.
- આ વર્ષે નરક ચતુર્દશી 30 ઓક્ટોબરના રોજ છે.
ગોવર્ધન પૂજા 2024 (Govardhan Puja Date 2024)
- આ વર્ષે ગોવર્ધન પૂજા 2 નવેમ્બરના રોજ છે.
- ગોવર્ધન પૂજાનો તહેવાર દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
- આ તહેવાર પર ગોવર્ધન પર્વત અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિકાત્મક ચિત્ર ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે અને વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.
- ગુજરાતમાં આ દિવસને નવા વર્ષ તરીકે એટલે કે બેસતા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.
ભાઈ બીજ 2024 (Bhai Dooj 2024)
- ભાઈ બીજ પાંચ દિવસના દિવાળી તહેવારનો છેલ્લો તહેવાર હોય છે.
- દર વર્ષે કારતક શુક્લ પક્ષની બીજી તિથિએ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે.
- ભાઈ બીજનો તહેવાર 03 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
- ભાઈ બીજના દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે.
- ભાઈ બીજનો શુભ મુહૂર્ત બપોરે 01:10 થી 03:21 સુધીનો રહેશે.
દિવાળી કેલેન્ડર 2024
- ધનતેરસ - 29 ઓક્ટોબર
- કાલી ચૌદસ - 30 ઓક્ટોબર
- નરક ચતુર્દશી - 31 ઓક્ટોબર
- દિવાળી લક્ષ્મી પૂજા - 01 નવેમ્બર
- ગોવર્ધન પૂજા - 02 નવેમ્બર
- ભાઈ દૂજ - 03 નવેમ્બર