DA Hike News: સરકારી કર્મચારીને મળશે સારા સમાચાર! દિવાળી અગાઉ થશે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો

તહેવારોની મોસમમાં મોટી રાહત તરીકે 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3%નો વધારો મળી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 06 Sep 2025 08:58 PM (IST)Updated: Sun 07 Sep 2025 10:12 AM (IST)
personal-finance-da-hike-central-government-likely-to-increase-dearness-allowance-by-3-percent-before-diwali-2025-598642

DA Hike News: કેન્દ્રની મોદી સરકાર (Modi Government) કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો(Central Employees And Pensioners)ને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. હકીકતમાં તહેવારોની મોસમમાં મોટી રાહત તરીકે 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3%નો વધારો મળી શકે છે.

કેન્દ્ર દિવાળી (Diwali) પહેલા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ જાહેરાત કરી શકે છે. 8th Pay Commission પહેલા 7મા પગાર પંચ હેઠળ આ છેલ્લો DA વધારો હશે.

જો મોદી સરકાર તેમાં 3% વધારો કરે છે, તો કર્મચારીઓનો ડીએ 55% થી વધીને 58% થઈ જશે. આ વધેલો ડીએ જુલાઈ 2025 થી લાગુ થશે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનો બાકી પગાર પણ મળશે. તે ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવે તેવી અપેક્ષા છે.

વર્ષમાં કેટલી વાર DA વધે છે?
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર DA વધારે છે. એક વખત જાન્યુઆરી-જૂન સમયગાળા માટે હોળી પહેલા અને બીજી વખત જુલાઈ-ડિસેમ્બર માટે દિવાળી પહેલા. ગયા વર્ષે કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબર, 2024ના રોજ તહેવારના લગભગ બે અઠવાડિયા પહેલા વધારાની જાહેરાત કરી હતી. આ વખતે દિવાળી 20-21 ઓક્ટોબરે આવે છે અને આ જાહેરાતના સમયને કેન્દ્રીય કર્મચારીઓ માટે ઉત્સવની ભેટ તરીકે જોવામાં આવી રહી છે.

7મા પગાર પંચ હેઠળ ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)નો ઉપયોગ કરીને DA નક્કી કરવામાં આવે છે. આ સૂત્ર CPI-IW ડેટાના 12 મહિનાના સરેરાશ પર આધારિત છે. જુલાઈ 2024 થી જૂન 2025 સુધી, સરેરાશ CPI-IW 143.6 રહ્યો, જે 58% ના DA દરની સમકક્ષ છે. આનો અર્થ એ થયો કે જુલાઈ-ડિસેમ્બર 2025 સાયકલ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થશે.

DA વધારાને કારણે પગાર કેટલો વધશે?
DAમાં વધારાથી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે. આ વાતને ઉદાહરણ સાથે સમજવા માટે ધારો કે કોઈપણ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 50,000 છે તો 55%ના જૂના DA દર હેઠળ ભથ્થું રૂપિયા 27,500 હતું. 58%ના નવા DA સાથે તે વધીને રૂપિયા 29,000 થશે. તેનો અર્થ એ છે કે કર્મચારીને હવે દર મહિને વધારાના રૂપિયા 1,500 મળશે. એટલે કે તેના પગારમાં રૂપિયા 1500નો વધારો થશે.

8મા પગાર પંચ પહેલા છેલ્લો વધારો?
7મું પગાર પંચ ડિસેમ્બર 2025 માં સમાપ્ત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં આ પગાર પંચ હેઠળ ડીએમાં આ છેલ્લો વધારો છે. મોદી સરકારે જાન્યુઆરી 2025 માં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી પરંતુ તેના સભ્યોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આ કમિશન ક્યારે લાગુ થશે તે અંગે પણ સરકાર તરફથી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, 8મું પગાર પંચ 2027ના અંત સુધીમાં અથવા 2028 ની શરૂઆતમાં લાગુ થવાની ધારણા છે.