Dhanteras 2024 Date: હિંદુ ધર્મમાં કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસ, જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી દિવાળના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસનો શુભ દિવસ સંપત્તિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના વિષયને સમર્પિત છે.
ધનતેરસનો તહેવાર ઔષધિના દેવતા ભગવાન ધનવંતરી અને ધનની દેવી લક્ષ્મીની પૂજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. ધનતેરસના દિવસે સદીઓથી સોના-ચાંદીના ઘરેણાં તેમજ નવા વાસણો ખરીદવાની પરંપરા ચાલી આવી છે.
કઈ તારીખે છે ધનતેરસ? (Dhanteras 2024 Correct Date)
- કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરના રોજ સવારે શરૂ થશે. સનાતન ધર્મ અનુસાર, તિથિ સૂર્યોદયથી ગણવામાં આવે છે.
- કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 30 ઓક્ટોબરના રોજ બપોરે પૂર્ણ થશે. આમ, 29 ઓક્ટોબરના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે.
- ધનતેરસ નિમિત્તે સાંજે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો - Diwali 2024 Date and Time: ક્યારે છે દિવાળી? જાણો ધનતેરસ, નરક ચતુર્દશી અને ભાઈ બીજનું દિવાળી કેલેન્ડર
આ પણ વાંચો
ભગવાન ધનવંતરી પૂજન મુહૂર્ત
29 ઓક્ટોબરના રોજ સંધ્યાકાળ સાંજે 6:31 વાગ્યાથી રાત્રે 8:31 વાગ્યા સુધી ચાલશે.
ધનતેરસ પૂજા મુહૂર્ત
ધનતેરસ 2024 ના રોજ ભગવાન ધનવંતરી, ગણેશ અને કુબેરની પૂજા માટે 1 કલાક 41 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ મુહૂર્ત
29 ઓક્ટોબરના રોજ સવારે 10:31 થી 30 ઓક્ટોબરના રોજ સવારે 6:32 સુધી રહેશે.