Budh Nakshatra Gochar 2025: બુધનું ગોચર 3 રાશિના જાતકોના સુખ-શાંતિ હણી નાંખશે, વધુ પામવાની ઘેલછામાં ઘણું ગુમાવવું પડશે

જ્યારે ગ્રહોના રાજકુમાર રાશિ કે નક્ષત્ર પરિવર્ત કરે, ત્યારે તેની અસર દરેક રાશિના જાતકોના જીવન તેમજ દેશ-દુનિયા પર પડતી હોય છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jan 2025 06:33 PM (IST)Updated: Fri, 31 Jan 2025 06:36 PM (IST)
budh-nakshatra-gochar-2025-these-3-unlucky-zodiac-signs-for-mercury-transit
HIGHLIGHTS
  • બુધ ગ્રહે ઉત્તરષાઢામાંથી શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કર્યો

Budh Nakshatra Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધનું આગવું મહત્ત્વ છે, જેના ગોચરની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો તેમજ દેશ-દુનિયા પર પડતી હોય છે. જ્યારે ગ્રહોના રાજકુમાર રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર જે-તે વ્યક્તિના વેપાર-ધંધા, સ્વાસ્થ્ય અને આર્થિક બાબતો પર પડે છે.

વૈદિક પંચાગ પ્રમાણે, ગઈકાલે જ એટલે કે 30 જાન્યુઆરીએ મોડી રાતે 10:09 કલાકે બુધ ગ્રહે ઉત્તરાષાઢા નક્ષત્રમાંથી શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ શ્રવણ નક્ષત્રનો સ્વામી મનના કારક ચંદ્ર ગ્રહ માનવામાં આવે છે. જે માનસિક શાંતિના દાતા પણ મનાય છે. એવામાં બુધના ગોચરથી કેટલીક રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે, તો ચાલો અનલકી રાશિઓ કઈ કઈ છે

મેષ: બુધનું શ્રવણ નક્ષત્રમાં ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ નહીં નીવડે. આ રાશિના જાતકોને આગળ વધવામાં એક પછી એક અડચણો આવશે, જેના પરિણામે માનસિક તણાવ રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વધુ પડતા લાગણીના સબંધો તૂટતા જણાશે.

સિંહ: બુધના નક્ષત્ર ગોચરથી સિંહ રાશિના જાતકોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમેન સમયસર પ્રોજેક્ટ પુરા નહીં કરી શકે, જેના કારણે માર્કેટમાં તેમની કંપનીની છબી ખરડાશે. જૂના રોકાણ પર પણ નુકસાન થઈ શકે છે. નોકરિયાત વર્ગની ધીરજની કસોટી થતી જણાશે.

કન્યા: ગ્રહોના રાજકુમારનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરશે. ધંધામાં કોઈ મોટી ડીલ કરતાં પહેલા સાચવજો, નહીંતર મોટું નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે. આર્થિક-સામાજિક જવાબદારીમાં વધારો થાય. નોકરિયાત વર્ગને પ્રમોશન અંગેના કાર્યો આગળ વધવા છતાં યોગ્ય લાભ નહીં મળે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.