Grah Gochar February 2025: સૂર્ય સહિત મોટા ગ્રહો 5 રાશિની કિસ્મત પલટી નાંખશે, ફેબ્રુઆરીમાં નોકરી, વેપાર-ધંધામાં થશે અણધાર્યો લાભ

ફેબ્રુઆરીમાં અનેક મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેમાં ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને સૂર્ય દ્વારા સ્થિતિમાં પરિવર્તન કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Jan 2025 06:52 PM (IST)Updated: Mon, 27 Jan 2025 06:53 PM (IST)
february-2025-grah-gochar-lucky-for-these-5-zodiac-signs
HIGHLIGHTS
  • ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુરુ માર્ગી થશે

Grah Gochar February 2025: આજથી ચારેક દિવસ બાદ ફેબ્રુઆરી મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, જે ગ્રહોની ચાલ અને પરિવર્તનની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. ફેબ્રુઆરી મહિનામાં અનેક મોટા ગ્રહો ગોચર કરવાના છે.

હકીકતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ચોથી તારીખે ગુરુ માર્ગી થશે. જે બાદ 11 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ કુંભમાં પ્રવેશ કરશે. આ સિવાય 12 ફેબ્રુઆરીને સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના પરિણામે બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ સાથે જ ત્રિગ્રહી યોગનો સંયોગ પણ બનશે. જે બાદ મંગળ ગ્રહ પણ ગોચર કરશે. ફેબ્રુઆરી મહિનામાં આ તમામ ગ્રહોના ગોચરથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે.

મેષ: ફેબ્રુઆરી મહિનો મેષ રાશિના જાતકો માટે ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે. વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. પરદેશના કામમાં પ્રગતિ થશે. વિદ્યાર્થી વર્ગને કરિયરમાં સફળતા સાંપડશે. મકાન ખરીદીના યોગ બની રહ્યા છે.

મિથુન: ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો મિથુન રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થઈ શકે છે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે.આકસ્મિક ધનલાભનો આનંદ મળશે. જીવનમાંથી હતાશા અને નિરાશા દૂર થશે. ધંધાદારી વર્ગને મોટી ડીલ મળી શકે છે.

કર્ક: આગામી મહિનો કર્ક રાશિના જાતકો માટે એકદમ સારો રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. પરિવારમાં શુભ કાર્ય થાય. વર્ષોથી અધૂરા કાર્યો આ મહિને પૂરા થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.

સિંહ: ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થવા સાથે જ સિંહ રાશિના જાતકોની સમસ્યાઓ એક પછી એક દૂર થતી જણાશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે. સામાજિક તાણાં-વાણાંનો અંત આવશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા નકારી શકાય નહીં.માનસિક શાંતિમાં વધારો થશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનામાં થનાર ગ્રહ ગોચર કિસ્મત ચમકાવી નાંખશે. તમારું નસીબ તમને દરેક ક્ષેત્રમાં ઝળહળતી પ્રગતિ કરાવશે. દામ્પત્ય જીવનમાં વિશેષ આનંદનો અનુભવ થશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પૂર્ણ વિજય પ્રાપ્ત થશે. પરદેશ રહેતા સગા દ્વારા વિશેષ લાભ થઈ શકે છે. આર્થિક સમસ્યાનો માર્ગ સરળ બનશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.