Budh Gochar 2025: બુદ્ધિ, વાણી, વેપાર અને નિર્ણય ક્ષમતાનો કારક ગ્રહ બુધ આજે 10 ડિસેમ્બર, 2025ના રોજ શનિના અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યાં તે 20 ડિસેમ્બર, 2025ની સવારે 6:13 કલાક સુધી રહેશે.
બુધનું આ ગોચર એવું માનવામાં આવે છે કે, જીવનની મોટી યોજનાઓને આગળ ધપાવવા, વેપારમાં પ્રગતિ, નોકરીમાં સફળતા અને વ્યક્તિના વિચારને વધારે ગહન અને રણનીતિક બનાવે છે. અનુરાધા નક્ષત્રનો સ્વામી ગ્રહ શનિ હોવાથી શનિના ગુણ જેમ કે અનુશાસન, આકરી મહેનત, કર્મને પ્રાથમિક્તા અને વ્યવહારિક વિચાર બુધની અસરથી વધારે સકારાત્મક પરિણામ આપશે.
તો ચાલો બુધનું ગોચર એવી કંઈ ત્રણ રાશિના જાતકોને ફાયદો પહોંચાડશે (Budh Gochar 2025)
- વૃશ્વિક: બુધનું અનુરાધા નક્ષત્રમાં ગોચર વૃશ્વિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધારશે. નવી યોજનાઓ અમલમાં મૂકાશે. વેપારમાં મોટી ડીલ મળવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં તાલમેલ સાથે કામ કરવાથી સારું પરિણામ મળશે. આર્થિક અને વ્યવસાયિક લાભ થવાથી ઉત્સાહ બેવડાશે.
- મકર: બુધનું ગોચર આ રાશિના જાતકોને કરિયરમાં નવી દિશા અને પ્રગતિ તરફ દોરી જશે. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. વર્ષોથી અટકેલા કામો એક પછી એક પૂરા થવા લાગશે. નવા અવસરોના લાભ લેવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.
- કુંભ: બુધનું અનુરાધા નક્ષત્રમાં ગોચર આ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સિદ્ધ થશે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહે. સામાજિક માન-પ્રતિષ્ઠાના યોગ બનશે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. વ્યવસાયમાં ધારેલી સફળતા મેળવી શકો
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
