BSNL New Prepaid Plan: ખાનગી ટેલિકૉમ કંપની સામે ટકી રહેવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા સતત પોતાના પોર્ટફોલિયોમાં અવનવા સસ્તા રિચાર્જ પ્લાન લાવવામાં આવી રહ્યા છે. સરકારી ટેલિકૉમ કંપનીના આ સસ્તા પ્લાનમાં લાંબી વેલિડિટીની સાથે-સાથે અનલિમિટેડ કૉલિંગ, ડેટા એક્સેસ સહિત યુઝર્સને અઢળક બેનિફિટ્સ મળે છે.
હાલમાં BSNL પાસે 165 દિવસની વેલિડિટી ધરાવતો એક આવો જ સસ્તો રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને આવા તમામ બેનિફિટ્સ મળી રહ્યા છે. આ સાથે જ કંપની પોતાના નેટવર્કને પણ એક્સપાન્ડ કરી રહી છે. તાજેતરમાં જ BSNLએ સમગ્ર ભારતમાં 4G સર્વિસ લોન્ચ કરી છે.
BSNLનો 165 દિવસની વેલિડિટી ધરાવતો પૈસા વસુલ પ્લાન
BSNL દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવ્યું છે. આ પ્રીપેડ પ્લાન 897 રૂપિયામાં આવે છે. જેમાં મળનારા બેનિફિટ્સ પર નજર નાંખીએ તો, યુઝર્સને 165 દિવસની વેલિડિટી મળે છે. જેમાં યુઝર્સ સમગ્ર ભારતમાં કોઈ પણ નંબર પર કોલ કરવા માટે અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ સાથે જ યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળે છે.
સરકારી ટેલિકૉમ કંપનીનો આ પ્લાન 24GB ડેટા અને ડેઈલી 100 ફ્રી SMSની સાથે આવે છે. ખાસ વાત એ છે કે, BSNLનો આ પ્રીપેડ પ્લાન દરેક ટેલિકોમ સર્કલના યુઝર્સ માટે છે. આ પ્લાન સાથે યુઝર્સને અન્ય ફ્રી બેનિફિટ્સ પણ ઑફર કરે છે, જેમાં રિંગબેક ટોન પણ સામેલ છે.
BSNLનો 150 દિવસની વેલિડિટી ધરાવતો ધાંસુ પ્લાન
આ સિવાય BSNL પાસે 150 દિવસની વેલિડિટી ધરાવતો અન્ય એક સસ્તો પ્લાન પણ છે. જેમાં યુજર્સને અનલિમિટેડ કૉલિંગ, ફ્રી નેશનલ રૉમિંગ અને ડેઈલી 2GB હાઈસ્પીડ ડેટા એક્સેસ મળે છે. આ 997 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ડેઈલી 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે.
જણાવી દઈએ કે, BSNL ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈમાં પોતાની 5G સર્વિસ લોન્ચ કરવાની છે. તાજેતરમાં જ કંપનીએ લગભગ 1 લાખ જેટલા 4G મોબાઈલ ટાવર્સ લગાવ્યા છે, જે 5Gમાં અપગ્રેડ થઈ શકે તેમ છે. ખાસ વાત એ છે કે, કંપનીનું 4G નેટવર્ક સંપૂર્ણ દેશી ટેક્નોલૉજી પર આધારિત છે.
