Budh Gochar 2025: બુદ્ધિના દાતા બુધ ગ્રહ એક ચોક્કસ મુદ્દત બાદ રાશિ પરિવર્તન કરે છે. નવ ગ્રહોમાં બુધનું આગવું મહત્ત્વ છે, કારણ કે તે ગ્રહોનો રાજકુમાર ગણાય છે. એવામાં બુધની ચાલ બદલાય તે સાથે જ તેની અસર દેશ-દુનિયામાં જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વાણી, તર્ક, વેપાર વગેરેના દાતા બુધ 20 થી 22 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. જો કે રાશિ પરિવર્તન પૂર્વે બુધ બે થી ત્રણ વખત નક્ષત્ર ગોચર કરે છે, જેની અસર દરેક રાશિના જાતકોને કરિયર, આર્થિક સ્થિતિ, પારિવારીક જીવન અને લવલાઈફ પર પડે છે.
હિન્દુ પંચાગ પ્રમાણે આગામી 15 ફેબ્રુઆરી, 2025ના રોજ બુધ દેવ નક્ષત્ર પરિવર્તન કરશે. આ દિવસે સવારે 5:08 કલાકે બુધ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. પાપી ગ્રહ રાહુને શતભિષા નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે, જેને 27 નક્ષત્રોમાં 24મું સ્થાન મળ્યું છે. આ નક્ષત્ર કુંભ રાશિ અંતર્ગત આવે છે, જેના દેવતા વરુણ દેવ છે. એવામાં બુધના નક્ષત્ર ગોચરથી કેટલીક રાશિના જાતકોનું સૂઈ રહેલું ભાગ્ય જાગી ઉઠશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…
વૃષભ: બુધના નક્ષત્ર ગોચરથી વૃષભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં અણધારી સફળતા મળશે. આવકના સ્ત્રોતમાં વધારો થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના રોકાણ પર સારું વળતર મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગનો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત વર્ગને કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર થશે. અઘરા જણાતા કામ તમે સરળતાથી પાર પાડી શકશો.
કન્યા: બુધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. બુધ દેવની કૃપાથી આપને કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેશે.પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. વ્યવસાયિક લાભ થવાથી આપનો ઉત્સાહ બેવડાશે. અણધાર્યો લાભ થવાની સાથે જ નિરાશાના વાદળો વિખેરાઈ જતા જણાશે. પરિવારમાં શુભ કાર્યના નગારા વાગશે.
વૃશ્વિક: આ રાશિના જાતકો માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય યાદગાર રહેશે. ભાગ્ય બળ સાથે આપતાં તમે અવરોધોને દૂર કરી આગળ વધી શકશો. એકથી વધુ કાર્યક્ષેત્રથી આવકનો સ્ત્રોત ઉભા થવાથી આર્થિક સમસ્યા દૂર થતી જણાશે. સંતાનની પ્રગતિ થતી જણાય.નોકરીમાં નવી તક મળી શકે છે. જીવન સાથીના સલાહ-સૂચન ઉપયોગી નીવડશે. આર્થિક સંજોગો એકંદરે સારા રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.