Labh Pancham 2025 Date, Muhurat, Choghadiya, Puja Vidhi | લાભ પાંચમ 2025 તારીખ, શુભ મુહૂર્ત, ચોઘડિયા: સમગ્ર ગુજરાતમાં દિવાળી (Diwali 2025)ના પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દિવાળીના વેકેશન બાદ પોતાના ધંધા-રોજગાર ફરીથી શરૂ કરે છે. આ વર્ષે લાભ પાંચમનો પવિત્ર તહેવાર રવિવાર, 26 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. આ દિવસને 'સૌભાગ્ય પંચમી' અને 'જ્ઞાન પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જીવનમાં સૌભાગ્ય અને લાભ લાવનાર માનવામાં આવે છે. અહીં લાભ પાંચમના શુભ મુહૂર્ત, ચોઘડિયા, પૂજા વિધિ અને મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે.
લાભ પંચમ ક્યારે છે? (Labh Pancham Date 2025)
આ પણ વાંચો
- લાભ પાંચમ તિથિઃ વિક્રમ સંવત 2082 ના વર્ષમાં કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ હો છે.
- લાભ પાંચમ તારીખ: 26 ઓક્ટોબર 2025, રવિવાર.
- 2025ના વર્ષમાં તમામ મહત્વના તહેવાર એકજ મહિનામાં આવી રહ્યાં છે. એટલે કે દશેરા, ધનતેરસ, દીવાળી, લાભ પાંચમ સહિતના તહેવારો ઓક્ટોબર મહિનામાં મનાવવામાં આવશે. વાત લાભ પાંચમ ક્યારે છે તેની કરીએ તો 26 ઓક્ટોબર 2025ના રોજ રવિવારે લાભ પાંચમ છે.
લાભ પાંચમ શુભ મુહૂર્ત (Labh Pancham Muhurat 2025)
- લાભ પાંચમ શુભ મુહૂર્તઃ 26 ઓક્ટોબર, 2025. સવારે 6.41 વાગ્યાથી 10.29 વાગ્યા સુધી.
- આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ શુભ ગણાય છે.
લાભ પાંચમનું મહત્વ (Labh Pancham 2025 Significance)
- ગુજરાતીઓ માટે આ દિવસ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે. વેપારીઓ પોતાના જૂના ચોપડા પૂરા કરીને નવા ચોપડાનો પ્રારંભ કરે છે. આ દિવસે વેપારીઓ નવા ચોપડા પર 'શુભ' અને 'લાભ' લખીને ધંધાની શરૂઆત કરે છે.
- આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા અને જીવનમાં લાભ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે દાન-ધર્મ કરવાનું પણ વિશેષ મહત્વ છે.
- ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
- આ દિવસને 'જ્ઞાન પંચમી' તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જ્ઞાનના દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
- લાભ પાંચમનો દિવસ નવા કાર્ય, નવા સંબંધો અને નવા આયોજનો માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે.
લાભ પાંચમ ના ચોઘડિયા (Labh Pancham 2025 Choghadiya)
લાભ પાંચમે દિવસ અને રાત્રીના ચોઘડિયા જોઇએ તો ચલ, શુભ, લાભ અને અમૃત ચોઘડિયા રહેશે
લાભ પાંચમ દિવસ માટે ચોઘડિયા (Labh Pancham 2025 Choghadiya For Day)
- ચલઃ સવારે 7.30થી 9 વાગ્યા સુધી
- લાભઃ સવારે 9થી 10.30 વાગ્યા સુધી
- અમૃતઃ સવારે 10.30થી બપોરે 12 વાગ્યા સુધી
- શુભઃ બપોરે 1.30થી 3 વાગ્યા સુધી
લાભ પાંચમ રાત માટે ચોઘડિયા (Labh Pancham 2025 Choghadiya For Night)
- શુભઃ સાંજે 6થી 7.30 વાગ્યા સુધી
- અમૃતઃ સાંજે 7.30થી રાત્રે 9 વાગ્યા સુધી
- ચલઃ રાત્રે 9થી 10.30 વાગ્યા સુધી
- લાભઃ રાત્રે 1.30થી 3 વાગ્યા સુધી
લાભ પાંચમ પૂજા વિધિ (Labh Pancham Puja Vidhi)
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ, સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.
- શુભ ચોઘડિયા મુહૂર્ત દરમિયાન ભગવાન ગણેશ અને શિવની મૂર્તિઓ સ્થાપિત કરો.
- એક સોપારી લો અને તેને પવિત્ર દોરા પર લપેટો. પછી તેના પર ચોખાનો ગોળ ઢગલો મૂકો. જો શક્ય હોય તો, તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો.
- ભગવાન ગણેશને ચંદન, સિંદૂર, ફૂલો અને દૂર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ. ભગવાન શિવને રાખ, બિલ્વપત્ર, ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ.
- ભગવાન ગણેશને મોદક અર્પણ કરવો જોઈએ, અને દૂધનો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ.
- ભગવાન શિવ અને ગણેશના લાભ માટે પંચમ મંત્રનો પાઠ કરો.
