Chaturmas 2026: ભગવાન વિષ્ણુની યોગનિંદ્રા દરમિયાન 4 રાશિઓની કિસ્મત ચમકશે, ધન, સંપત્તિ અને ખ્યાતિમાં મળશે અપાર સફળતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 03:46 PM (IST)Updated: Fri, 24 Jul 2026 03:46 PM (IST)
chaturmas-2026-these-4-lucky-zodiac-signs-set-to-achieve-massive-career-success

Chaturmas 2026: આવતીકાલે એટલે કે 25 જુલાઈ, 2026ના શનિવારના રોજ અષાઢ સુદ અગિયારસ આવી રહી છે, જેને દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે. દેવપોઢી અર્થાત દેવશયની એકાદશી સાથે જ ચતુર્માસ શરૂ થઈ જશે, જે આગામી 21 નવેમ્બર સુધી ચાલશે.

એવું કહેવાય છે કે, આ ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. જેના પરિણામે આ ચાર મહિના તમામ પ્રકારના માંગલિક કામકાજો પર રોક લાગી જાય છે. આ સમય દરમિયાન પૃથ્વી પરનો તમામ વહીવટ ભગવાન શંકર સંભાળે છે, તેવું માનવામાં આવે છે. એવામાં જ્યોતિષ અનુસાર, આ ચતુર્માસ ચાર રાશિના જાતકો માટે અત્યંત શુભ ફળ આપનારો સાબિત થવાનો છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ

 

 

  • વૃષભ (Taurus): આ ચાર મહિના તમારા માટે લાભકારી સિદ્ધ થવાના છે. કોઈ નવું કામ શરૂ કરવા કે યોજના અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય નીવડશે. વિદેશ વસતા લોકોને સ્વદેશ આવવાનો મોકો મળી શકે છે. અગત્યના કામકાજ સરળતાથી કરી શકશો. વેપાર-ધંધામાં અણધારી સફળતા મળી શકશે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. કોઈ ઈચ્છા અચાનક ફળીભૂત થઈ શકે છે.
  • કર્ક (Cancer): આ રાશિના જાતકો માટે ચતુર્માસ શુભ સાબિત થશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરીમાં માલિક અથવા ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થઈ શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. જૂના કોઈ રોકાણ પર સારું વળતર મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનતી જણાય. ધંધાકીય કાર્યમાં પ્રગતિ થાય.
  • તુલા (Libra): આવનારા 4 માસ દરમિયાન તમારી અધુરી ઈચ્છા પુરી થવાના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગ માટે ચતુર્માસ વરદાનરૂપ સાબિત થશે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાશે. ભાગીદારીના ધંધામાં પણ અણધારી સફળતા મળી શકે છે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે.દાંમ્પત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • કુંભ (Aquarius): ચતુર્માસ તમારા માટે સૌભાગ્ય લઈને આવી રહ્યો છે. ઉધાર આપેલા પૈસા પાછા મળતા આર્થિક દ્રષ્ટિએ સદ્ધર થશો. પરદેશના કામકાજ અંગે સફળ મિલન-મુલાકાત થઈ શકે છે. સંતાનો સાથે તાલમેલ વધે. કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે. પોતાની આવડતના સહારે ધારેલા કાર્યો પાર પાડી શકશો.વિલંબમાં પડેલું કાર્ય આગળ વધશે. નવી તકનું નિર્માણ સંભવ.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.