Budh Nakshatra Parivartan: ગ્રહોના રાજકુમાર બુધ આજથી બે દિવસ બાદ એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હાલ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન બુધ ગ્રહ સવારે 10:47 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 21 સપ્ટેમ્બર સુધી બિરાજમાન રહેશે.
બુધના નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકોના જીવન પર શુભ-અશુભ અસર જોવા મળશે. જો કે 3 રાશિઓ એવી છે, જેના જાતકો માટે બુધનું નક્ષત્ર પરિવર્તન અત્યંત ફળદાયી નીવડવાનું છે. તો ચાલો જાણીએ કંઈ છે આ 3 રાશિઓ અને તેમને બુધનું નક્ષત્ર પરિવર્તન કેવું ફળ આપશે.
વૃષભ (Taurus)
તમારા માટે બુધનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. તમને આવકના નવા માર્ગો મળી રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગને ધંધામાં મોટી ડીલ મળવાની સંભાવના છે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થાય
મિથુન (Gemini)
તમારી રાશિના સ્વામી બુધ હોવાથી આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. કામકાજના સ્થળે તમે લીધેલા નિર્ણયો સરાહનીય બની રહેશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિના વિવાદોનો સુખદ ઉકેલ સંભવ. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે
સિંહ (Leo)
બુધના નક્ષત્ર પરિવર્તનથી તમારા વર્ષોથી અટકેલા કામો ગતિ પકડી શકે છે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. મૂડી રોકાણમાંથી ફાયદો ઉઠાવી શકશો. વાણીના પ્રભાવથી તમારા મનનું ધાર્યું કરાવી શકશો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અને લાભકારક સમય રહે. અપરિણીતો માટે વિવાહ યોગ. દાંમ્પત્ય જીવનમાં ડગ માંડી શકશો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
