Budh Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ઉપરાંત શિક્ષણ, એકાગ્રતા, વેપાર અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. એવામાં બુધની સ્થિતિમાં ફેરફારની અસર તમામ રાશિના જાતકો તેમજ દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે.
બુધ એક ચોક્કસ સમયાંતર રાશિની સાથે-સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. એવામાં રક્ષાબંધનના બીજા જ દિવસે એટલે કે 29 ઓગસ્ટ, 2026ના શનિવારના રોજ બપોરે 12:58 કલાકે બુધ ગ્રહ ધન અને ભૌતિક સુખ-સુવિધાના કારક ગણાતા શુક્રના સ્વામિત્વ ધરાવતા પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 5 સપ્ટેમ્બર, 2026 સુધી બિરાજમાન રહશે.
જે બાદ બુધ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રો પૈકી 11મા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને સૌદર્ય, સમૃદ્ધિ, કળા અને ભૌતિક સુખોનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં બુધના નક્ષત્ર ગોચરથી ચાર રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે..
વૃષભ (Taurus)
બુધનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે લાભકારી સિદ્ધ થવાનું છે. બુધ તમારી કુંડળીના ચોથા ભાવમાં હોવાથી માતાનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે, જેનાથી તમે ધારેલા લક્ષ્યો સિદ્ધ કરી શકશો. નવું મકાન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થાય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલકા પારિવારિક વિવાદનો વડીલોની મધ્યસ્થતાથી ઉકેલ આવશે.
મિથુન (Gemini)
બુધની ચાલ તમારા માટે કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. નોકરિયાત વર્ગને નોકરીમાં તાણ ઓછી થાય અને મોટું પદ મળવાના યોગ બની રહ્યા છે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે.કોર્ટ-કચેરીના કામકાજમાં સફળતા મળી શકે છે. વેપારમાં નવી યોજનાઓને સફળતા પૂર્વક અમલમાં મૂકી શકશો. જેનાથી આવકના નવા માર્ગો મળી રહેશે.
તુલા (Libra)
બુધના નક્ષત્ર પરિવર્તથી તમને સંતાનો સાથે સંકળાયેલ કોઈ સારા સમાચાર મળી શકે છે.આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. ઉજ્જવળ ભવિષ્યને લઈને કોઈ મોટી યોજના અમલમાં મૂકી શકશો. પતિ-પત્ની વચ્ચે તાલમેળ જળવાઈ રહેશે. વર્ષોથી અટકેલું ધન પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. જેના પરિણામે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ
બહેતર બનશે.
કુંભ (Aquarius)
તમારા સપનાઓ સાકાર કરવા માટે સાનુકુળ સમય આવી રહ્યો છે બુધના નક્ષત્ર પરિવર્તનથી નોકરિયાતો માટે પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળશે.વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય. કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. કાનૂની ગૂંચમાં ઉકેલ મળશે. અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચઢી શકશો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
